Get The App

યુદ્ધના અંતની શરૂઆત! 471 દિવસ બાદ 3 ઈઝરાયલી બંધક મુક્ત, 90 પેલેસ્ટિનિયન કેદી પણ આઝાદ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
યુદ્ધના અંતની શરૂઆત! 471 દિવસ બાદ 3 ઈઝરાયલી બંધક મુક્ત, 90 પેલેસ્ટિનિયન કેદી પણ આઝાદ 1 - image


Israel vs Hamas Peace deal Updates | ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો રવિવારે અસ્થાયી રૂપે અંત આવ્યો. આ સાથે, ગાઝામાં ચાલી રહેલો ભયંકર વિનાશ અને નરસંહાર અટકી ગયો છે. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તે ઇઝરાયલ પહોંચી પણ ગયા છે. મુક્ત કરાયેલા તમામ બંધકો મહિલાઓ હતી. હવે, કરાર હેઠળ, ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને પણ મુક્ત કર્યા છે.



મોટે ભાગે સ્ત્રીઓ અને સગીર બાળકો

ઇઝરાયલ દ્વારા ધરપકડ કરાયેલા મોટાભાગના પેલેસ્ટિનિયન કેદીઓમાં મહિલાઓ અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયલે આ યાદીમાં રહેલા તમામ લોકોને રાજ્ય સુરક્ષા સંબંધિત ગુનાઓ માટે અટકાયતમાં લીધા હતા, જેમાં પથ્થરમારાથી લઈને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે.



અન્ય કેદીઓને ક્યારે મુક્ત કરવામાં આવશે?

જો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ રહેશે  તો કેદીઓની આપ-લેનો આગામી તબક્કો 25 જાન્યુઆરીએ થશે, જે પહેલાથી જ સુનિશ્ચિત થયેલ છે. આગામી વાતચીતમાં હમાસ 4 ઇઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરશે. ત્યારબાદ ઇઝરાયલ દરેક બંધકના બદલામાં 30 થી 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.



કરારની શરતો શું છે?

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો કુલ 42 દિવસ સુધી ચાલી શકે છે. હમાસની શરત એ છે કે યુદ્ધવિરામ કરારના પહેલા તબક્કામાં, ઇઝરાયલી સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ તેના ક્ષેત્રમાં જશે. યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કામાં હમાસ 5 મહિલાઓ સહિત 33 બંધકોને મુક્ત કરી શકે છે. બીજી તરફ, ઇઝરાયલ આના બદલામાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. 15 દિવસ પછી, હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન, બંને પક્ષો કાયમી યુદ્ધવિરામ અંગે ચર્ચા કરશે.

હમાસની કેદથી કોણ કોણ મુક્ત? 

હમાસની કેદથી મુક્ત બ્રિટિશ-ઈઝરાયલી એમિલી ડમારી દક્ષિણ ઈઝરાયલમાં આઈડીએફ કેમ્પમાં તેની માતાને મળી હતી. તેના પરિવારે જણાવ્યું કે 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન હમાસના લડાકૂઓની ગોળી વાગતા એમિલીએ તેની બે આંગળીઓ ગુમાવી દીધી હતી. જ્યારે ડોરોન સ્ટીન બ્રેચર 471 દિવસ સુધી હમાસની કેદમાં રહ્યા બાદ તેની માતાને મળી હતી. બીજી બાજુ રોમી ગોનેને પણ કહ્યું કે અમે એવા તમામ પરિવારોની પડખે ઊભા રહીશું જેમના પ્રિયજનો હજુ પણ હમાસની કેદમાં છે. યુદ્ધના અંતની શરૂઆત! 471 દિવસ બાદ 3 ઈઝરાયલી બંધક મુક્ત, 90 પેલેસ્ટિનિયન કેદી પણ આઝાદ 2 - image




Google NewsGoogle News