Get The App

યુક્રેન પર જી -૭ દેશો મહેરબાન, આપશે ૫૦ અબજ ડોલરની મદદ, રશિયાની નારાજગી

આર્થિક પ્રતિબંધો પછી રશિયાના ફ્રીજ કરાયેલા નાણામાંથી જ લોન અપાશે

ઇટાલીના દક્ષિણ ક્ષેત્ર પુગલિયા ખાતે વાર્ષિક શિખર સંમેલનમાં જાહેરાત

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
યુક્રેન પર જી -૭ દેશો મહેરબાન, આપશે ૫૦ અબજ ડોલરની મદદ, રશિયાની નારાજગી 1 - image


મિલાન,૧૫ જૂન,૨૦૨૪,શનિવાર

ઇટાલી ખાતેની કોન્ફરન્સમાં જી-૭ દેશો યુક્રેન પર મહેરબાન થયા છે. યુક્રેનને હથિયારો અને પુનર્નિમાણ માટે ૫૦ અબજ ડોલરની મદદ કરવામાં આવશે. નવાઇની વાત તો  એ છે કે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદીને ફ્રીજ કરવામાં આવેલી સંપતિ અને નાણાના વ્યાજમાંથી યુક્રેનને લોન આપવામાં આવશે. જી-૭ના નેતાઓએ ઇટાલીના દક્ષિણ ક્ષેત્ર પુગલિયા ખાતે પોતાના વાર્ષિક શિખર સંમેલનમાં યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીનું ઉષ્માભર્યુ સ્વાગત થયું હતું.

જેલેસ્કીએ પોતાના સમકક્ષ સાથે વન ટુ વન બેઠક કરીને વાતચિત કરી હતી. યુક્રેનના સંદર્ભમાં જી -૭  બેઠકમાં રશિયાના ૩૦૦ અબજ ડોલરનો કેવી રીતે ઉપયોગ કરવો તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. રશિયાની કબ્જે કરવામાં આવેલી આ મૂડીનો મોટો હિસ્સો યૂરોપિય બેંકોમાં જમા પડયો છે. રશિયાના નાણામાંથી કરોડો રુપિયાનું વ્યાજ પણ મળી રહયું છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયાની આ ધનરાશી યુધ્ધવિરામ પછી પણ રોકી રાખવામાં આવશે.

રશિયાએ પોતાના દ્વારા થયેલા નુકસાનની ભરપાઇ ના કરી આપે ત્યાં સુધી નાણા પરત મળશે નહી. વિશ્વબેંકના નિષ્ણાતોનો અંદાજ છે કે  આગામી દસકામાં પુનર્નિમાણની રકમ ૪૮૦ અબજ ડોલરને પાર કરી જશે. રશિયાના અધિકારીઓએ જી -૭ દેશોના આ પગલાની ટીકા કરી છે અને પોતાની સંપતિ ગેરકાયદેસર રીતે કબ્જે કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. 


Google NewsGoogle News