Get The App

US Election: કેવી રીતે ચૂંટાય છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, શું છે ઇલેક્ટોરલ વોટ સિસ્ટમ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News


US Election: કેવી રીતે ચૂંટાય છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, શું છે ઇલેક્ટોરલ વોટ સિસ્ટમ 1 - image

US Presidential Election Result 2024: દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોમાં એક અમેરિકામાં 5 નવેમ્બર 2024 (આજે) 47મા રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવવાની છે. આ વખતે ડેમોક્રેટ્સ પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ અને રિપબ્લિકન તરફથી પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો છે. બંનેએ ચૂંટણીમાં જીતના દાવા મજબૂત કરવા માટે જોરદાર પ્રચાર-પ્રસાર કર્યો છે. જોકે હવે પરિણામ જ જણાવશે કે કોણે બાજી મારી છે. અમેરિકાની ચૂંટણી ઘણી રીતે જરૂરી છે, કારણ તેનાથી આગામી વૈશ્વિક ફેરફારનું મુખ્ય સૂત્રધાર ગણવામાં આવે છે.  

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ખૂબ જ અલગ હોય છે. અહીંના ઇલેક્ટોરલ કોલેજમાં દરેક રાજ્યમાંથી એક પ્રતિનિધિઓનું ગ્રુપ હોય છે, જે પોતાની પાર્ટીના અધાર પર રાષ્ટ્રપ્રમુખની પસંદગી કરે છે. તેનો અર્થ અમેરિકાના દરેક રાજ્યમાં રહેના લોકો 5 નવેમ્બરના રોજ પોતાના સ્થાનિક ઉમેદવાર માટે મતદાન કરશે અને તેમની જીત દેશમાં થનાર આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે જરૂરી થઇ જશે. જો સરળ ભાષામાં કહીએ તો રાજ્યમાંથી જીત પ્રાપ્ત કરનાર ઉમેદવાર જ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં અંતિમ નિર્ણય લેવાના હકદાર બની જાય છે. 

ઈલેક્ટોરલ કોલેજ સિસ્ટમનો ઉપયોગ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ઇલેક્ટોરલ કોલેજ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે દરેક રાજ્યના એક નિશ્વિત સંખ્યામાં ઇલેક્ટોરલ વોટ પ્રદાન કરે છે. ઇલેક્ટોરલ કોલેજના મતનો કુલ સંખ્યા 538 છે. દેશના દરેક એક રાજ્યને અમેરિકી સીનેટમાં બે સીટ મળે છે, એટલા મઍટે દરેક રાજ્યના બે ઇલેક્ટોરલ વોટ મળે છે. તો બીજી તરફ દરેક રાજ્યને અમેરિકી પ્રતિનિધિ સભામાં જનસંખ્યાના અનુસાર પ્રતિનિધિ મળે છે. તેનો અર્થ એ છે કે જનસંખ્યા વધુ હોય તો તે રાજ્યને વધુ પ્રતિનિધિ અને ઇલેક્ટોરલ વોટ મળે છે.  

ચૂંટણીની ફોર્મૂલા આ પ્રકારે છે

દરેક રાજ્યના ઇલેક્ટોરલ વોટ=2 (સીનેટ પ્રતિનિધિત્વ)+રાજ્યના પ્રતિનિધિ સભામાં પ્રતિનિધિઓની સંખ્યા. આ પ્રકરે 50 રાજ્યો અને વોશિંગ્ટન ડી.સી. (જેને 3 ઇલેક્ટોરલ વોટ મળે છે) ને મળીને કુલ 538 ઇલેક્ટોરલ વોટ થાય છે. દેશમાં રાષ્ટ્રપ્રમુખ બનવા માટે કોઇ ઉમેદવારને 538 ઇલેક્ટોરલ વોટમાંથી ઓછામાં ઓછા 270 વોટની જરૂર હોય છે, જે પૂર્ણ બહુમત ગણવામાં આવે છે. આ સિસ્ટમ સુનિશ્વિત કરે છે કે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી રાજ્યોના એક સંતુલિત પ્રતિનિધિત્વના આધાર પર થાય, નહી કે ફક્ત જનસંખ્યાના આધાર પર. નાના રાજ્યોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે. 


Google NewsGoogle News