રૂઝવેલ્ટથી લઈને ઓબામા સુધી.... યુવા વયે અમેરિકાના રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે આ મહાનુભાવો
President of the United States: યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખપદને વિશ્વનું સૌથી પાવરફૂલ માનવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં યોજાનારી યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો 81 વર્ષના જે બોઈડન અને 78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. બાઈડન આજકાલ તેમના ભૂલકણા સ્વભાવને કારણે જ્યારે ટ્રમ્પ તેમની વિરૂદ્ધના કેસોને કારણે ચર્ચામાં છે. ત્યારે, યુવા અમેરિકન પ્રમુખોની ચર્ચા ચાલી છે. આજે આપણે પાંચ યુએસ પ્રમુખ વિશે જાણીશું જેમણે નાની ઉંમરે અમેરિકાની સત્તા સંભાળી હતી.
1. થિયોડોર રૂઝવેલ્ટ (42 વર્ષ, 322 દિવસ) :
અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ દેશના ઈતિહાસના સૌથી યુવા પ્રમુખ તરીકેનું ગૌરવ ધરાવે છે. તેમણે 1901માં વિલિયમ મેકકિન્લીની હત્યા બાદ 42 વર્ષ અને 322 દિવસની ઉમરે કાર્યભાર સંભાળ્યોં હતો. તેઓ પોઝિટીવ એનર્જી અને ઉત્સાહ માટે જાણીતા હતાં. રૂઝવેલ્ટ પ્રગતિશીલ નેતાઓની શ્રેણીમાં આવે છે. તેમણે પોતાના નેતૃત્વથી અમેરિકા પર અમીટ છાપ છોડી છે.
2. જહોન એફ. કેનેડી (43 વર્ષ, 239 દિવસ):
જ્હોન એફ. કેનેડીને તેમની પર્સનાલિટી અને મોટિવેશનલ સ્પીચીઝ માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ 1961માં 43 વર્ષ અને 236 દિવસની ઉંમરે અમેરિકાના 35મા રાષ્ટ્રપતિ બન્યા હતાં. કેનેડીએ ક્યુબન મિસાઈલ કટોકટી અને વિયેતનામ યુદ્ધની શરૂઆત જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
3. બિલ કિલન્ટન (49 વર્ષ, 154 દિવસ):
અમેરિકાના ૪૨મા રાષ્ટ્રપતિ બિલ કિલન્ટને 1993માં 49 વર્ષ અને 154 દિવસની ઉંમરે કાર્યભાર સંભાળ્યો હતો. કિલન્ટનનો સમય આર્થિક સમૃદ્ધિ, તકનીકી પ્રગતિ અને હેલ્થ રિફોર્મ્સ માટે જાણીતો છે. કિક્લન્ટને વ્હાઈટવોટર સ્કેન્ડલ અને મહાભિયોગની કાર્યવાહીનો સામનો કર્યો હતો.
4. યુલિસિસ એસ. ગ્રાન્ટ (46 વર્ષ, 239 દિવસ):
સિવિલ વોર દરમિયાન પ્રખ્યાત યુનિયન જનરલ એવા યુલિસિસ એસ. ગ્રાન્ટ 1899માં 49 વર્ષ અને 311 દિવસની ઉમરે અમેરિકાના 18મા પ્રમુખ બન્યા હતા. રાજકીય વિવાદો અને આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં તેમના કાર્યકાળમાં 15મા સુધારાની બહાલી જોવા મળી હતી. જેમાં રંગભેદને ધ્યાનમાં લીધા વિના મતદાનના અધિકારો આપવામાં આવ્યા હતા.
5. બરાક ઓબામા (47 વર્ષ, 199 દિવસ):
બરાક ઓબામાએ 2009માં આફ્રિકન અમેરિકન પ્રમુખ તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો. તેમણે 47 વર્ષ અને 199 દિવસની ઉંમરે પદ સંભાળ્યું હતું. તેમના “યસવી કેન'ના નારાએ તેમને અભૂતપૂર્વક જીત અપાવી હતી. તેમનું પ્રમુખપદ અફોર્ડેબલ કેર એક્ટ અને ઓસામાં બિન લાદેનના ખાતમાને કારણે જાણીતું બન્યું હતું.