ફ્રાંસમાં રાજકીય ગરમાવોઃ પ્રજા રોષે ભરાતા પ્રમુખ મેક્રોને વડાપ્રધાન બોર્નનું રાજીનામું લઈ લીધું
વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને ઈમિગ્રેશન અને પેન્શનના કાયદામાં ફેરફાર કર્યો હતો
French PM Elisabeth Borne Resign:ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને ગઈકાલે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ હતું. જો કે,તેમના આ નિર્ણયથી બધા ચોંકી ગયા હતા. કારણે કે, એલિઝાબેથને 2022માં વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન યુરોપિયન સંસદીય ચૂંટણી અને પેરિસ ઓલિમ્પિક પહેલા દેશમાં ચાલી રહેલી સત્તા વિરોધી લહેરને ખતમ કરવા માગે છે.
અહેવાલ અનુસાર, વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને પેન્શન સિસ્ટમ અને ઈમિગ્રેશન કાયદામાં વ્યાપક ફેરફાર કર્યા હતા. આ નિર્ણય બાદ ફ્રાંસની મેક્રોન સરકાર વિરૂદ્ધ પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિવાદોને બંધ કરવા માટે ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એલિઝાબેથનું રાજીનામું સ્વિકારી લીધુ હતું.
ઉલ્લખનીય છે કે, ફ્રાંસ સરકારમાં ફેરબદલની અટકળો છેલ્લા ઘણાં સમયથી ચાલી રહી છે. જોકે, મેક્રોન દ્વારા એલિઝાબેથના ઉત્તરાધિકારીને લઈને હજુ જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, મેક્રોન સરકારમાં શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલ અને સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુને વડાપ્રધાન બનાવી શકે છે.