Get The App

ફ્રાન્સના પીએમ બર્નિયરની ત્રણ માસ જૂની સરકાર અવિશ્વાસના પ્રસ્તાવમાં ઉડી

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ફ્રાન્સના પીએમ બર્નિયરની ત્રણ માસ જૂની સરકાર અવિશ્વાસના પ્રસ્તાવમાં ઉડી 1 - image


- યુરોપીયન દેશમાં છ દાયકા પછી ઇતિહાસનું પુનરાવર્તન

- આગામી જુલાઈ સુધી ચૂંટણી યોજી શકાય તેવી કોઈ સંભાવના ન હોવાથી મેક્રોએ નવી સરકાર રચવાનો અઘરો નિર્ણય કરવો પડશે

- નેશનલ એસેમ્બલીએ 311 મતે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કર્યો. પ્રસ્તાવ પસાર કરવા 288 સામે 43 મત વધારે મળ્યાં

નવી દિલ્હી : ફ્રાંસની સંસદમાં, વડાપ્રધાન માઈકલ બર્નીયરની કેબિનેટ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતીથી પસાર થતાં બર્નીયરની ત્રણ મહિના જૂની સરકાર ઉડી ગઈ હતી. ફ્રાંસમાં ૬ દાયકા પછી બનેલી આવી આ બીજી ઐતિહાસિક ઘટના છે. આ પૂર્વે ૧૯૬૨માં સરકારને ત્યાગપત્ર આપવું પડયં હતું. ફ્રાંસની સંસદમાં અવિશ્વાસની તરફેણમાં ૩૩૧ મત પડયા હતા, જે જરૂરી એવા ૨૮૮ મત કતાં ૪૩ મત વધુ હતા.  સરકારના પતન છતાં પ્રમુખ ઈમેન્જીય મેક્રોંઅજણાવ્યું હતું કે તેઓ તો, ૨૦૨૭ સુધી પદ પર રહેવાના જ છે. 

આમ છતાં હવે કોને વડાપ્રધાન બનાવવા તેનો ગંભીર પ્રશ્ન તેઓની સામે ઉપસ્થિત થયો છે. હવે, જુલાઈની ચૂંટણી પછી, બીજા વડાપ્રધાન નિયુક્ત કરવાની બાબત તેઓ સમક્ષ આવી છે.આમ બર્નિયરે સૌથી ઓછા સમય માટે ફ્રાન્સના પીએમ રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

જો કે, જુલાઈમાં યોજાયેલી ચૂંટણીના અંતે,વિખંડિત સંસદ જ રચાઈ હતી, જેમાં કોઈ પણ પક્ષની સ્પષ્ટ બહુમતી મળી જ ન હતી.

.બર્નીયર રૂઢીચુસ્ત પાર્ટીના નેતા છે. સપ્ટેમ્બરમાં જ વડાપ્રધાન પદ સંભાળનારા બર્નીયર ટુંકામાં ટુંકા સમય સુધી પદ પર રહેનારા વડાપ્રધાન બની રહ્યા છે. પોતાનું ત્યાગપત્ર રજુ કરતાં પૂર્વે તેઓએ સંસદમાં આપેલાં વક્તવ્યમાં કહ્યું હતું કે, હું તમોને કહું છું કે, ફ્રાંસ અને ફ્રાંસની જનતાને, આદર અને ગૌરવપૂર્વક સેવા કરવાની મને જે તક મળી તેને હું બહુમાન માનું છું. પરંતુ, આ અવિશ્વાસનો પ્રસ્તાવ દરેક બાબતને, વધુ ગંભીર અને વધુ મુશ્કેલ બનાવશે, તેની મને ખાતરી છે.

આ અવિશ્વાસ પ્રસ્તાવનું કારણ બર્નીયરનું સૂચિત અંદાજપત્ર છે. તેના વિરોધમાં જ બુધવારે જ આ પ્રસ્તાવ તૈયાર થઈ ગયો હતો.

ફ્રાન્સની સંસદનું નીચલું ગૃહ વિખંડિત છે. તેમાં કોઈપણ  પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. તેમાં ત્રણ મોટાં જૂથો છે.

(૧) મેંક્રોના 'સેન્ટિરિસ્ટ એવોઈઝ'  (૨) 'ન્યુ પોપ્યુલર ફ્રન્ટ' નામક ડાબેરી ગઠબંધન. (૩) ફાર રાઈટ (કટ્ટર જમણેરી) તેવી 'નેશનલ રેલ' પાર્ટી. હવે ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી જૂથ છે. જ્યારે નેશનલ રેલી- પાર્ટી કટ્ટર જમણેરી છે. આશ્ચર્ય તે છે તે, બર્નીયરને હટાવવા કટ્ટર ડાબેરી અને કટ્ટર જમણેરી સાથે મળી ગયા હતા. તેનું કારણ બર્નીયરે હાથ ધરેલાં કઠોર કરકસરનાં પગલાં છે.  ફ્રાંસ ઉપર દેવાંનો ભારે મોટો બોજો છે. તેની બજેટ ડેપીસીટ (ખાધ) જીડીપીના ૬ ટકા જેટલી થઈ ગઈ છે, જે વધીને ૭ ટકા થવાની ભીતિ છે. તેમાં વ્યાજદર વધુને વધુ ખાધ ઊભી કરે છે. તેની બોન્ડ-માર્કેટની- બોરોઈંગ- કોસ્ટ વધતી રહી છે તેથી ૨૦૧૦-૨૦૧૨માં ગીસની જે કફોડી હાલત થઈ હતી, તેની યાદ આવી રહી હતી.

મેક્રો સમક્ષ હવે મોટી તકલીફ એ છે કે આગામી જુલાઈ સુધી કોઈ ચૂંટણી યોજાઈ શકવાની નથી. તેથી નવી સરકાર રચવાની કવાયત તેમણે કરવી પડશે. આ માટે તેમણે બીજા પક્ષોનું સમર્થન પણ લેવું પડશે, કારણ કે તેમની પાસે બહુમતી નથી. હવે તે કઈ રીતે સરકાર રચે છે તે જોવાનું છે.


Google NewsGoogle News