કટ્ટરવાદને રોકવા ફ્રાંસનો નિર્ણય, વિદેશી ઈમામોની દેશમાં એન્ટ્રી બેન કરાઈ
image : twitter
પેરિસ,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
ફ્રાંસમાં ભડકી રહેલા કટ્ટરવાદના કારણે પરેશાન સરકારે હવે વિદેશી ઈમામોની દેશમાં એન્ટ્રી બેન કરી દીધી છે.
ફ્રાંસની ટીવી ચેનલના અહેવાલ અનુસાર એક એપ્રિલ, 2024 બાદ દેશણાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો વિઝાની હાલની શરતો પ્રમાણએ રહી નહીં શકે. આ નીતિ મુખ્યત્વે 300 જેટલા વિદેશી ઈમામો પર લાગુ થશે. જેઓ મુખ્યત્વે અલ્જિરિયા, તુર્કી અને મોરક્કોથી આવ્યા છે. નવી નીતિની જાણકારી સબંધિત દેશોને મોકલી દેવાઈ છે.
અત્યારે ફ્રાંસમાં રહેતા વિદેશી ઈમામોને પણ તેમના દેશ પાછા મોકલી દેવાનો નિર્ણય સ,રકાર લઈ શકે છે. સરકારે સાથે સાથે કહ્યુ છે કે, વિદેશી ઈમામો જો બીજા દેશોની જગ્યાએ ફ્રાંસના મુસ્લિમ સંઘ પાસેથી ફન્ડિંગ લેવાનુ શરૂ કરે તો તેમને ફ્રાંસમાં રહેવા માટે મંજૂરી આપી શકાશે.
જોકે આ કાયદો એવા ઈમામો પર લાગુ નહીં થાય જેઓ દર વર્ષે રમઝાન મહિનામાં ફ્રાંસ આવે છે.
આ કાયદો લાગુ કરવાનો વાયદો ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને 2020માં કર્યો હતો. જ્યારે તેમણે ફ્રાંસમાં કટ્ટરવાદના ફેલાવાને રોકવા માટે ઘણી જાહેરાતો કરી હતી. જેમાં મસ્જિદોને વિદેશથી મળતા ભંડોળ પર પ્રતિબંધ લગાવવાનો વાયદો પણ સામેલ હતો.
વિદેશી ઈમામો પર પ્રતિબંધ મુકવાની સાથે સાથે ફ્રાંસે સ્થાનિક સ્તરે ઈમામોને પ્રશિક્ષણ આપવાનુ પણ નક્કી કર્યુ છે.
ગત વર્ષે ફ્રાંસમાં થયેલા તોફાનોમાં શરણાર્થીઓનો હાથ હોવાનુ બહાર આવ્યુ હતુ અને આ શરણાર્થીઓને ક્ટ્ટરવાદી બનાવવા માટે વ્યવસ્થિત રીતે પ્રચાર ચાલી રહ્યો હોવાનુ સરકારનુ કહેવુ છે.