ફ્રાંસ : વડાપ્રધાન માઈકલ બર્નીયરનું ત્યાગપત્ર સંસદમાં અવિશ્વાસની દરખાસ્તમાં પરાજિત થયા
- છ દાયકા પછી ફ્રાંસમાં થયેલી રાજકીય ઉથલપાથલ
- નેશનલ એસેમ્બલીએ 311 મતે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કર્યો. પ્રસ્તાવ પસાર કરવા 288 મત જોઈએ તે કરતાં 43 મત વધુ પડયા
પેરિસ : ફ્રાંસની સંસદમાં, વડાપ્રધાન માઈકલ બર્નીયરની કેબિનેટ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતીથી પસાર થતાં બર્નીયરની કેબિનેટને ત્યાગપત્ર આપવાની ફરજ પડી હતી. ફ્રાંસમાં ૬ દાયકા પછી બનેલી આવી આ બીજી ઐતિહાસિક ઘટના છે. આ પૂર્વે ૧૯૬૨માં સરકારને ત્યાગપત્ર આપવું પડયં હતું. ફ્રાંસની સંસદમાં અવિશ્વાસની તરફેણમાં ૩૩૧ મત પડયા હતા, જે જરૂરી એવા ૨૮૮ મત કતાં ૪૩ મત વધુ હતા. તેઓના પક્ષની જ સરકારનું પતન થયું હોવા છતાં પ્રમુખ ઈમેન્જીય મેક્રોંએ તો હિંમતપૂર્વક જણાવ્યું હતું કે તેઓ તો, ૨૦૨૭ સુધી પદ પર રહેવાના જ છે. (તેઓને ત્યાગપત્ર આપવાની સંવિધાન પ્રમાણે જ જરૂર નથી.)
આમ છતાં હવે કોને વડાપ્રધાન બનાવવા તેનો ગંભીર પ્રશ્ન તેઓની સામે ઉપસ્થિત થયો છે. હવે, જુલાઈની ચૂંટણી પછી, બીજા વડાપ્રધાન નિયુક્ત કરવાની બાબત તેઓ સમક્ષ આવી છે.
જો કે, જુલાઈમાં યોજાયેલી ચૂંટણીના અંતે,વિખંડિત સંસદ જ રચાઈ હતી, જેમાં કોઈ પણ પક્ષની સ્પષ્ટ બહુમતી મળી જ હતી.
વડાપ્રધાન, માઈકલ બર્નીયરની સરકારનાં પતન પછી પ્રમુખનાં કાર્યાલયે જણાવ્યું હતું કે 'આજે રાત્રે પ્રમુખ ઈમેન્યુઅસ મેક્રો રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આથી વધુ વિગતો, ટીવી કે રેડિયો પર સરકારે આપી ન હતી. દરમિયાન બર્નીયેર પોતાનું ત્યાગપત્ર રજૂ કરી જ દીધું હતું.
બર્નીયર રૂઢીચુસ્ત પાર્ટીના નેતા છે. સપ્ટેમ્બરમાં જ વડાપ્રધાન પદ સંભાળનારા બર્નીયર ટુંકામાં ટુંકા સમય સુધી પદ પર રહેનારા વડાપ્રધાન બની રહ્યા છે. પોતાનું ત્યાગપત્ર રજુ કરતાં પૂર્વે તેઓએ સંસદમાં આપેલાં વક્તવ્યમાં કહ્યું હતું કે, હું તમોને કહું છું કે, ફ્રાંસ અને ફ્રાંસની જનતાને, આદર અને ગૌરવપૂર્વક સેવા કરવાની મને જે તક મળી તેને હું બહુમાન માનું છું. પરંતુ, આ અવિશ્વાસનો પ્રસ્તાવ દરેક બાબતને, વધુ ગંભીર અને વધુ મુશ્કેલ બનાવશે, તેની મને ખાતરી છે.
આ અવિશ્વાસ પ્રસ્તાવનું કારણ બર્નીયરનું સૂચિત અંદાજપત્ર છે. તેના વિરોધમાં જ બુધવારે જ આ પ્રસ્તાવ તૈયાર થઈ ગયો હતો.
ફ્રાંસની સંસદનું નીચલું ગૃહ ભારે, ત્રુટક બની રહ્યું છે. તેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. તેમાં ત્રણ મોટાં જૂથો છે.
(૧) મેંક્રોના 'સેન્ટિરિસ્ટ એવોઈઝ' (૨) 'ન્યુ પોપ્યુલર ફ્રન્ટ' નામક ડાબેરી ગઠબંધન. (૩) ફાર રાઈટ (કટ્ટર જમણેરી) તેવી 'નેશનલ રેલ' પાર્ટી. હવે ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ડાબેરી જૂથ છે. જ્યારે નેશનલ રેલી- પાર્ટી કટ્ટર જમણેરી છે. આશ્ચર્ય તે છે તે, બર્નીયરને હટાવવા કટ્ટર ડાબેરી અને કટ્ટર જમણેરી સાથે મળી ગયા હતા. તેનું કારણ બર્નીયરે હાથ ધરેલાં કઠોર કરકસરનાં પગલાં છે. ફ્રાંસ ઉપર દેવાંનો ભારે મોટો બોજો છે. તેની બજેટ ડેપીસીટ (ખાધ) જીડીપીના ૬ ટકા જેટલી થઈ ગઈ છે, જે વધીને ૭ ટકા થવાની ભીતિ છે. તેમાં વ્યાજદર વધુને વદુ ખાધ ઊભી કરે છે. તેની બોન્ડ-માર્કેટની- બોરોઈંગ- કોસ્ટ વધતી રહી છે તેથી ૨૦૧૦-૨૦૧૨માં ગીસની જે કફોડી હાલત થઈ હતી, તેની યાદ આવી રહી હતી.
બીજી તરફ આર્થિક મુશ્કેલી તો છે જ. જેની સમગ્ર યુરોપને પણ અસર સંભવ છે. બહુ જુની કહેવત છે : 'વ્હેન ફ્રાંસ સ્નીઝીઝ, યુરોપ કેચીઝ કોલ્ડ'.