Get The App

રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ગાઝા બાદ વધુ બે દેશ સામ-સામે, ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ સામે વૉરન્ટ ઈશ્યૂ કર્યો

રાષ્ટ્રપતિ બશર અલ અસદ સામે પ્રથમ ઈન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ ઈશ્યૂ થયો

યુરોપિયન દેશ ફ્રાન્સ અને મધ્યપૂર્વના સીરિયા વચ્ચે 10 વર્ષ જૂનાં કેસ અંગે ફરીથી તણાવ વધ્યો

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ગાઝા બાદ વધુ બે દેશ સામ-સામે, ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ સામે વૉરન્ટ ઈશ્યૂ કર્યો 1 - image


France issue warrant against Syria President | હવે યુરોપિયન દેશ ફ્રાન્સ અને મધ્યપૂર્વના સીરિયા વચ્ચે 10 વર્ષ જૂનાં કેસ અંગે ફરીથી તણાવ વધ્યો છે. ફ્રાન્સે સીરિયામાં નાગરિકો સામે પ્રતિબંધિત હથિયારોનો ઉપયોગ કરવા બદલ રાષ્ટ્રપતિ બશર અલ અસદ, તેમના ભાઈ માહેર અલ અસદ અને બે અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ ઈશ્યૂ કર્યો છે. 

કોણે જારી કર્યું વૉરન્ટ? 

ફ્રાન્સે આ વૉરન્ટ માનવતા વિરુદ્ધ અપરાધ અને યુદ્ધ અપરાધ બદલ જારી કર્યું છે.  અહેવાલ અનુસાર આ વૉરન્ટ સૈન્યના જનરલ ઘાસન અબ્બાસ અને બાસમ અલ હસન સામે પણ જારી કરાયું છે. એક માનવાધિકાર સંગઠન સિવિલ રાઈટ્સ ડિફેન્ડર્સના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિના ભાઈ માહેર અલ અસદ એક વિશેષ સીરિયાઈ સૈન્ય એકમ- ચોથી બખ્તરિયા ડિવિઝનના પ્રમુખ છે. જોકે બે સૈન્ય જનરલ ઘાસન અબ્બાસ અને બાસમ અલ હસન કેમિકલ વેપન્સ બનાવવાની આરોપી સીરિયન રિસર્ચ એજન્સીમાં સાથે કામ કરતા હતા. 

કેમિકલ એટેકમાં હજારોના થયા હતા મોત 

અહેવાલ અનુસાર આ વૉરન્ટ ઓગસ્ટ 2013માં સીરિયાના દૌમા શહેર અને પૂર્વી ઘૌતા જિલ્લામાં કેમિકલ એટેક માટે જારી કરાયો છે. આ હુમલામાં 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્રથમ ઈન્ટરનેશનલ વૉરન્ટ છે જે સીરિયાના રાષ્ટ્રપતિ માટે જારી કરાયો છે જેમની સેનાએ 2011માં શરૂ થયેલા ગૃહ યુદ્ધ દરમિયાન દેખાવોનો જવાબ ક્રૂર કાર્યવાહી સાથે આપ્યો હતો. 

સીરિયા આરોપ નકારતું રહ્યું છે

બીજી બાજુ સીરિયા રાસાયણિક હથિયારોના ઉપયોગ કર્યાના આરોપોને નકારતું રહ્યું છે પણ સંયુક્ત રાષ્ટ્ર અને કેમિકલ હથિયારો પર પ્રતિબંધ મૂકતા સંગઠને ગત સંયુક્ત તપાસમાં ખુલાસો કર્યો હતો કે સીરિયાની સરકારે એપ્રિલ 2017ના હુમલામાં નર્વ એજન્ટ સરીનનો ઉપયોગ કર્યો હતો અને વારંવાર ક્લોરિનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. 

રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ગાઝા બાદ વધુ બે દેશ સામ-સામે, ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ સામે વૉરન્ટ ઈશ્યૂ કર્યો 2 - image


Google NewsGoogle News