ફ્રાન્સમાં પણ સત્તાપલટો? મેક્રોનની હારના સંકેત વચ્ચે પેરિસમાં હિંસા, દેખાવકારોએ મચાવ્યો ઉત્પાત
France Election Results: ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ભારે ઉલટફેર થતો દેખાઈ રહ્યો છે. એક પછી એક દેશોમાં સત્તાપલટા બાદ હવે ફ્રાન્સમાં પણ મેક્રોન સત્તા ગુમાવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ફ્રાન્સની ચૂંટણીના એક્ઝિટ પોલમાં જ ડાબેરીઓના ગઠબંધનને વધુ બેઠક મળતી દેખાતા હોબાળો મચી ગયો.
Leftists are rioting in France after they won the election. Imagine what would they have done if they actually lost?
— BALA (@erbmjha) July 8, 2024
Reminder: Leftists are the second biggest threat to a nation after radical lsIamists! pic.twitter.com/32D8iEphGh
પેરિસમાં ભડકી હિંસા
એક્ઝિટ પોલમાં ડાબેરી ગઠબંધનને બહુમતી મળતી દેખાતા મેક્રોનની પાર્ટીની ચિંતા વધી ગઇ છે. આ દરમિયાન પેરિસના માર્ગો પર જોરદાર હોબાળો મચી ગયો છે અને દેખાવકારો તથા પોલીસ વચ્ચે ભીષણ અથડામણની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે સાંજે આ મામલે માર્ગો પર આગચંપીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. એક્ઝિટ પોલમાં અનપેક્ષિત રીતે ડાબેરી ગઠબંધનને સૌથી વધુ સીટો મળતી બતાવવામાં આવી છે. જ્યારે મેક્રોનની પાર્ટી બીજા ક્રમે રહી છે.
દુનિયાભરમાં સાયબર એટેકથી હાહાકાર, 995 કરોડ પાસવર્ડ લીક, Obama Careના નામે છેતરપિંડી
મજબૂત દાવેદાર ગણાતી પાર્ટીની હાલત દયનીય
જ્યારે મજબૂત ગણાતી લી પેનની કટ્ટર જમણેરી પાર્ટી નેશનલ રેલી ત્રીજા ક્રમે રહી છે. આ પાર્ટી વિશે જનમત સરવેમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે સૌથી મોટી પાર્ટી બનશે પરંતુ તેની હાલત દયનીય થતી દેખાઇ રહી છે. કોઈ પણ પાર્ટી કે ગઠબંધનને બહુમત ન મળવાથી ફ્રાન્સમાં રાજકીય અને આર્થિક અસ્થિરતા ફેલાવાની આશંકા વધી ગઈ છે.
વીડિયો સામે આવવા લાગ્યા
આ દરમિયાન ડાબેરીઓના ગઠબંધનની જીતના સંકેત વચ્ચે ફ્રાન્સના માર્ગો પર નકાબધારી દેખાવકારો ઉતરી આવ્યા હતા અને આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. રાજકીય તણાવ વધવાની આશંકા વચ્ચે સમગ્ર દેશમાં 30000થી વધુ એન્ટી રાયોટિંગ પોલીસ તહેનાત કરવામાં આવી છે.