કુવૈતમાં ફરી અગ્નિકાંડના શિકાર થયા 4 ભારતીયો, રજા માણીને આવ્યા જ હતા અને જીવતા ભૂંજાયા
Kuwait Fire News, 4 Indian died| ફરી એકવાર કુવૈતમાં અગ્નિકાંડ થયું છે. અહીં કુવૈત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની. જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું. અધિકારીઓએ આ મામલે જાણકારી આપતાં જણાવ્યું કે આ પરિવાર કેરળથી રજા માણીને પરત આવ્યો જ હતો અને અગ્નિકાંડનો શિકાર થઇ ગયો.
એસીમાં શોર્ટ સર્કિટ થતાં સર્જાઈ દુર્ઘટના
અહેવાલ અનુસાર મેથ્યૂઝ મુલક્કલ, તેની પત્ની લિની અબ્રાહ્મ અને તેમના બે બાળકો શુક્રવારે રાતે જ અબ્બાસિયા વિસ્તારમાં આ ઘટનાનો શિકાર થયા હતા. ઘટના સમયે તેઓ તેમના ફ્લેટમાં જ હતા. રાતે 8 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં જ અગ્નિકાંડ સર્જાયો અને શ્વાસ રૂંધાવાને કારણે પરિવારના ચાર સભ્યો એકસાથે મોતને ભેટી ગયા. આ તમામ લોકો અલપ્પુઝાના નીરુત્તુપુરમના રહેવાશી હતા.
પરિજનો કેરળથી રજા માણીને જ આવ્યા હતા
માહિતી મુજબ મૃતક પરિવારના ચારેય સભ્યો કેરળમાં રજાઓ માણી શુક્રવારે સાંજે 4 વાગ્યે જ કુવૈત પરત આવ્યા હતા. મેથ્યૂઝ મુલક્કલ રોયટર્સ માટે કામ કરતો હતો. જોકે તેની પત્ની લિની અલ અહમદી ગવર્નરેટની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત હતી. તેમના બાળકો કુવૈતની ભવન્સ સ્કૂલમાં ભણતાં હતા. એક સંબંધીએ જણાવ્યું કે મેથ્યૂઝ છેલ્લા 15 વર્ષથી કુવૈતમાં કામ કરી રહ્યો હતો.