અમેરિકામાં એક પછી એક 4 ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુ પર લોકોમાં રોષ, ટ્રાવેલ એડવાઈઝરીની માગ
ચોથા વિદ્યાર્થીનું મોત સિનસિનાટીમાં થયું
image : IANS |
Four Indian students dead in America : અમેરિકામાં એક પછી એક ચાર ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. જેનાથી વિદેશમાં ભણતાં વિદ્યાર્થિઓમાં ભય ફેલાયો છે અને લોકોમાં રોષ એટલી હદે ભડક્યો છે કે લોકો હવે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
Four Indian students dead in #US: Angry netizens call for travel advisory
— IANS (@ians_india) February 2, 2024
Read: https://t.co/KQMcmtc9At pic.twitter.com/Lqob5qnEFt
ચોથા વિદ્યાર્થીનું મોત સિનસિનાટીમાં થયું
તાજેતરનો મામલો સિનસિનાટીમાં આવેલી લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસમાં સામે આવ્યો છે. અહીં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઓળખ શ્રેયસ રેડ્ડી બેનિગેરી તરીકે થઇ હતી. આ પહેલાં 1 ફેબ્રુઆરીના રોજ પર્ડયુ યુનિવર્સિટીમાં નીલ આચાર્ય અને જ્યોર્જિયામાં એમબીએ ભણી રહેલાં વિવેક સૈની અને ઈલિનોઈસ યુનિવર્સિટીમાં ભણતાં અકુલ બી.ધવન નામના વિદ્યાર્થી મૃત્યુ પામી ચૂક્યા છે. તેમના મૃત્યુને લઈને અનેક સવાલો ઊઠવા લાગ્યા છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસનું આવ્યું નિવેદન
તાજેતરમાં બેનિગેરીના મૃત્યુની ઘટના વિશે ન્યુયોર્કમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. નેટીજન્સ દ્વારા પણ ભારતીય વિદ્યાર્થિઓ માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની માગ થવા લાગી છે. આ સાથે એક ટ્વિટમાં વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે ઓહિયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનિગેરીનું દુર્ભાગ્યપૂર્ણ રીતે નિધન થયું છે જે દુઃખદ મામલો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અમે બેનિગેરી પરિવારના સંપર્કમાં છીએ અને તેમને દરેક સંભવ સહાય કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર લોકો ભડક્યાં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેબાશીષ સરકારે વાણિજ્ય દૂતાવાસની પોસ્ટના જવાબમાં લખ્યું કે વિદેશ મંત્રાલયે ભારતીય વિદ્યાર્થિઓ માટે અમેરિકામાં સુરક્ષિત રહેવા માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની જરૂર છે. તેમનું ફક્ત તેમના મૃતદેહોને ભારત મોકલી દેવાનું જ એકમાત્ર કામ નથી. અન્ય એક યૂઝરે લખ્યું કે ભારતીયો માટે અમેરિકા ઝડપથી અસુરક્ષિત થતું જઈ રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભારત ઉચ્ચ શિક્ષણ અને કામની શોધમાં અમેરિકા જવા માગતા ભારતીયો માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરે.