હમાસ પરના હુમલાનું ટ્રમ્પે કર્યુ સમર્થન, ગાજાની તસ્વીરો અને વીડિયો બહાર પાડયા તે ઇઝરાયેલની ભૂલ
ઇઝરાયલે હમાસને તેની ભાષામાં જ જડબાતોડ જવાબ આપ્યો છે.
તેલઅવિવ,૨૬ માર્ચ,૨૦૨૪,મંગળવાર
ગત ૭ ઓકટોબર મહિનાથી ઇઝરાયેલ દ્વારા આતંકી સંગઠન હમાસ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ મહિલા ઓ અને બાળકો સહિત નિદોર્ષ લોકાના મોત થવાથી માનવ અધિકારની ફરિયાદો પણ ઉઠતી રહી છે આવા સમયે અમેરિકાની પ્રેસિડેન્ટ ચુંટણીના સંભવિત ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપ્રુમખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયના હમાસ પરના હુમલાઓનું ખુલ્લું સમર્થન કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયલે હમાસને તેની ભાષામાં જ જડબાતોડ જવાબ આપ્યો છે.
ઇઝરાયેલી અખબાર હયોમને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યા અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિએ શાંતિ માટે ઇઝરાયેલની જે ભૂમિકા ખૂબજ મહત્વની છે.ઇઝરાયેલ ખૂબજ સાવધાન રહેવાની જરુર છે કારણ કે યુદ્ધના કારણે ખૂબ ઝડપથી દુનિયાના દેશોનું સમર્થન ગુમાવી રહયું છે. ઇઝરાયલે શાંતિ અને સમર્થનના રસ્તા પર આગળ વધવાની જરુર છે.
સાક્ષાત્કારમાં ટ્રમ્પનું માનવું હતું કે ઇઝરાયેલ ગાજાપટ્ટી પર હુમલાની તસ્વીરો અને વીડિયો બહાર પાડીને ખૂબ મોટી ભૂલ કરી છે આનાથી ઇઝરાયલની સાવર્મજનિક છબીનું ધોવાણ થયું છે. યાદ રહે અગાઉ અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પે હમાસ પરના આક્રમક હુમલાની ટીકા કરી હતી. હમાસ -ઇઝરાયેલના સંઘર્ષનો સામનો કરવામાં નિષ્ફળતા માટે અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાયડેનની ટીકા પણ કરી હતી.