Get The App

રશિયામાં સીરિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અસદને ઝેર આપી મારવાનો પ્રયાસ, શ્વાસ રુંધાયો: રિપોર્ટ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
Bashar Al Assad


Syrian President Bashar Al Assad: સીરિયાના પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સીરિયામાં બળવા પછી, બશરને તેમનું પ્રમુખપદ ગુમાવવું પડ્યું અને પોતાનો જીવ બચાવવા રશિયા ભાગી જવું પડ્યું. આ પછી સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિની પત્ની અસમા અલ-અસદે તેમની પાસેથી છૂટાછેડા માંગ્યા અને લંડન જઈને રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. હવે રશિયાની રાજધાની મોસ્કોમાં અસદને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

અસદને ઝેર આપવામાં આવ્યું 

તાજેતરના અહેવાલો અનુસાર, મોસ્કોમાં અસદને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીરિયાના 59 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત રવિવારે નોંધપાત્ર રીતે બગડી હતી. અસદને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ખૂબ ઉધરસ પણ આવી રહી હતી. આવી સ્થિતિમાં તરત જ તેમના એપાર્ટમેન્ટમાં ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડૉક્ટરને તપાસ દરમિયાન સામે આવ્યું કે અસદના શરીરમાં ઝેર હતું, જેણે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિને ઝેર આપીને મારવાના પ્રયાસની પુષ્ટિ કરી.

હાલ તેમની સ્થિતિમાં સુધાર

અસદના શરીરમાં ઝેર હોવાની પુષ્ટિ થતાં તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ સોમવારે તેમની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હવે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિની તબિયતમાં સુધારો થયો છે અને તેઓ ખતરાથી બહાર છે. 

આ પણ વાંચો: દર્દીના કારણે ડૉક્ટરને થયું કેન્સર: દુનિયાનો આવો પહેલો કેસ જોઈ મેડિકલ જગત ચોંક્યું

કેસની તપાસ શરુ કરી હતી

અસદને ઝેર કોણે આપ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, રશિયાની તપાસ એજન્સીઓ એ શોધવામાં વ્યસ્ત છે કે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાના કાવતરા પાછળ કોનો હાથ છે અને અસદને કેવી રીતે ઝેર આપવામાં આવ્યું તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રશિયામાં સીરિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અસદને ઝેર આપી મારવાનો પ્રયાસ, શ્વાસ રુંધાયો: રિપોર્ટ 2 - image


Google NewsGoogle News