Get The App

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડી શકે, કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કોલોરાડો સુપ્રીમકોર્ટ (ભારતની હાઈકોર્ટની જેમ) એ ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપ્યો

હવે તેઓ આ મામલે અમેરિકાની સુપ્રીમકોર્ટમાં અપીલ કરી શકશે

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડી શકે, કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો 1 - image


Donald Trump News | અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પને 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. 

કોણે આપ્યો ચુકાદો? 

આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે. અમેરિકાની કોલોરાડો સુપ્રીમકોર્ટ (ભારતની હાઈકોર્ટની જેમ) એ ટ્રમ્પ વિરુદ્ધ આ નિર્ણય આપ્યો છે. 

હવે શું કરશે ટ્રમ્પ? 

કોર્ટે તેના આદેશમાં કહ્યું કે ટ્રમ્પ આગામી વર્ષે અમેરિકામાં યોજાનાર ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. જોકે એવી આશા છે કે ટ્રમ્પ આ નિર્ણય વિરુદ્ધ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. 

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડી શકે, કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image


Google NewsGoogle News