Get The App

પાકિસ્તાનમાં ભારે હડકંપ, જેલમાં બંધ ઈમરાન ખાનના રાજકીય સલાહકારનું અપહરણ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Imran Khan


Former Pak PM Imran Khan political Advisor Kidnapping: પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય સલાહકાર ગુલામ શબ્બીરનું લાહોરથી અપહરણ થયું છે. આ ઘટનાથી ભારે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલ અનુસાર, બે દિવસ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરથી કેટલાક અજાણ્યા લોકોએ ગુલામ શબ્બીરનું અપહરણ કર્યું છે.

પોલીસ હજુ સુધી તેને શોધી શકી નથી

ગુલામ શબ્બીરનું અપહરણ થયુ એના બે દિવસ વીતી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાની પોલીસ ઈમરાનના રાજકીય સલાહકારના અપહરણકર્તાઓને શોધી શકી નથી. આ કારણે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

ઈમરાન ખાન પાક. જેલમાં બંધ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કેટલાક કેસોમાં દોષિત જાહેર થયા બાદ ઓગસ્ટ 2023થી પાક. જેલમાં બંધ છે.  એપ્રિલ 2022માં ઈમરાન ખાનને વડાપ્રધાનના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારથી તેના પર લાગેલા લગભગ 200 કેસોમાં દોષિત જાહેર થયા બાદ જેલની સજા ભોગવી રહ્યો છે.  


Google NewsGoogle News