Get The App

ભૂતપૂર્વ પાક. પીએમ ઇમરાનને 14 અને બીબીને 7 વર્ષની સજા

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
ભૂતપૂર્વ પાક. પીએમ ઇમરાનને 14 અને બીબીને 7 વર્ષની સજા 1 - image


- તેહરીકે ઇન્સાફના સ્થાપકને કરપ્શન નડયું

- અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન 19 કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠર્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો હોવાનું મનાય છે. પાક. કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં તેમને દોષિત ઠેરવીને ૧૪ વર્ષની સજા ફટકારી છે અને તેમની પત્ની બુશરા બીબીને સાત વર્ષની સજા પટકારવામાં આવી છે. અલકાદિર ટ્રસ્ટ કેસના ૧૯ કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચારમાં ઇમરાન અને તેમની પત્નીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

એન્ટિ કરપ્શન કોર્ટના ન્યાયાધીશ જાવેદ રાણા અદિલા જેલમાં બનાવવામાં આવેલી કામચલાઉ કોર્ટમાં ચુકાદાની જાહેરાત કરી હતી, આ જેલમાં ઇમરાન ખાનને બંધ કરવામાં આવ્યો છે. ઇમરાન ખાન સંસદમાં ૨૦૨૨માં વિશ્વાસનો મત હાર્યા પછી ડઝનેક કેસોનો સામનો કરી રહ્યો છે. 

ઇમરાન ખાનેને ભ્રષ્ટ રીતરસમોનો ઉપયોગ કરવા બદલ અને સત્તાના દૂપુપયોગ કરવા બદલ સજા કરવામાં આવી છે, જ્યારે તેમની પત્નીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ સજા થઈ છે. ઇમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં છે. તેને દસલાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને બીબીને પાંચ લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો તેઓ દંડ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ઇમરાન ખાનને બીજા છ મહિનાની જેલની સજા અને બીબીને બીજા ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે. કોર્ટે તેમના દ્વારા સ્થાપવામાં આવેલી અલ-કાદિર યુનિવર્સિટીની જમીન સ્થાપવાનો પણ આદેશ આપ્યો છે. સજા જાહેર થયા પછી બીબીની ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News