પાક.ના પૂર્વ PM બેનઝીર ભુટ્ટોની દિકરી કરવા જઈ રહી છે સગાઈ, બોલીવુડ હિરોઈનથી ઓછી નથી– ફોટા જોઈ વિશ્વાસ આવશે
- બખ્તાવર જરદારીનું સાસરીયું અમેરિકામાં છે
ઈસ્લામાબાદ, તા. 17 નવેમ્બર 2020 મંગળવાર
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની દિકરી બખ્તાવર ભુટ્ટો જરદારી 27 નવેમ્બરે મહમૂદ ચૌધરી સાથે સગાઈ કરવા જઈ રહી છે.
પાકિસ્તાનમાં યોજાનારા આ ખાસ સમારંભ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકોને મોકલવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં કહેવાયુ છે કે, સગાઈમાં હાજર રહેતા પહેલા એક દિવસ અગાઉ દરેકે કોરોના ટેસ્ટ કરાવી લેવો. બાદમાં તેમને પોતાનો રિપોર્ટ બિલાવલ હાઉસમાં પણ મોકલવો પડશે.
સગાઈ વેન્યૂમાં કોરોના ગાઈડલાઈંસનું ખાસ પાલન કરવામાં આવશે. જે અંતર્ગત જેનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, તેને જ સગાઈમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.
આ ઉપરાંત સમારંભમાં કોઈ પણ મહેમાનને સગાઈની કોઈ તસ્વીર લઈ શકશે નહીં. કાર્યક્રમ સ્થળની અંદર મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી.
પાકિસ્તાની પીપુલ્સ પાર્ટીની મીડિયા સેલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે, અધ્યક્ષ આસિફ અલી જરદારીની જાહેરાત કરી છે કે, અલ્લાહના કરમથી તેમની અને શહીદ મોહતરમા બેનઝીર ભુટ્ટોની બખ્તાવર ભુટ્ટો જરદારીની 27 નવેમ્બરે સગાઈ છે. મહમૂદ ચૌધરીનો આખો પરિવાર અમેરિકામાં વસવાટ કરે છે.