પૂર્વ મિસ સ્વિસ ફાઇનલિસ્ટની હત્યા પતિએ આરીથી મૃતદેહના ટુકડાં કર્યા
- ક્રિસ્ટિના અને થોમસ વચ્ચે 2017માં લગ્ન થયા હતા
- ક્રિસ્ટિનાના પતિએ મૃતદેહના ટુકડા મિક્સરમાં નાખ્યા અને એસિડમાં નાખી ઓગાળવાનો પ્રયત્ન કર્યો
નવી દિલ્હી : ભારતની જૂની હિન્દી ફિલ્મ બોબીનું જૂઠ બોલે કૌઆ કાટે ગીતના મેં આરી સે કટવાઉંગા શબ્દો ભૂતપૂર્વ મિસ સ્વિટઝરલેન્ડ ફાઇનલિસ્ટના પતિએ સાંભળી લીધા લાગે છે. તેના પતિએ તેની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેની હત્યા પછી તેણે તેના મૃતદેહના નિકાલની અપનાવેલી રીતોએ સમગ્ર વિશ્વને દંગ કરી દીધું છે. મિસ સ્વિટ્ઝરલેન્ડની ફાઇનલિસ્ટ રહેલી ૩૮ વર્ષની ક્રિસ્ટિના જોક્સિમોવિચની બેસલ પાસે બિનિંગનમાં તેના પતિએ હત્યા કરી દીધી હતી.
પત્નીની હત્યા પછી તેના મૃતદેહના નિકાલ માટે અનેક પ્રકારના રસ્તા અપનાવ્યા. તેણે તેના મૃતદેહના ટુકડેટુકડા કર્યા. આ ટુકડાઓને તેણે બ્લેન્ડમાં પીસી દીધા અને પછી તેને એસિડમાં નાખીને ઓગાળવાનો પ્રયત્ન કરી તેની મોતને છૂપાવવાનો પ્રયત્ન કર્યો. તેના બધા પ્રયત્નો છતાં ક્રિસ્ટીનાનો મૃતદેહ અજાણી વ્યક્તિને દેખાઈ ગયો અને પછીના જ દિવસે તેના પતિની ધરપકડ થઈ જતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ફેબુ્રઆરીમાં ક્રિસ્ટીનાનો મૃતદેહ ક્ષતવિક્ષત સ્થિતિમાં મળ્યો. પોલીસે તરત જ શોધી કાઢ્યું કે તેનાા મૃતદેહની ખાનાખરાબી કરવામાં આવી તે પહેલાં જ તેની ગળું ઘોંટી હત્યા કરી દેવામાં આવી હતી. મીડિયામાં થોમસ નામથી ચર્ચિત તેના પતિએ હત્યાની વાત સ્વીકારી લીધી છે.
સ્વિસ મીડિયા આઉટલેટે જણાવ્યું હતું કે તેના પતિ થોમસે આરી, ચાકુ અને બગીચાની કાતરનો ઉપયોગ કરીને તેની પત્નીના મૃતદેહના ટુકડેટુકડા કર્યા હતા. તેના પછી તેના ટુકડાને બારીક કરવા હેન્ડ બ્લેડરનો ઉપયોગ કર્યો અને એસિડમાં તેને ઓગાળવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર કેસ સામે આવતા તેની તપાસ કરતાં અધિકારીઓ પણ કાંપી ઉઠયા.
તેના પતિ થોમસે દાવો કર્યો હતો કે તેણે પત્નીની હત્યા સ્વબચાવમાં કરી હતી. તેણે આરોપ મૂક્યો હતો કે ક્રિસ્ટિનાએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. જો કે મેડિકલ રિપોર્ટમાં આ વાત સાબિત થઈ શકી નથી. લોજનમાં કોર્ટે તેને છોડવાાની અપીલ ફગાવી દીધી. કોર્ટ મુજબ આરોપીની માનસિક સ્થિતિ ખરાબ છે.
ક્રિસ્ટિના અને થોમસના લગ્ન ૨૦૧૭માં થયા હતા. બંને મોટા ઘરમાં એક સમૃદ્ધ જીવન જીવી રહ્યા હતા. ક્રિસ્ટિનાઅ આ ઘટનાના ચાર અઠવાડિયા પહેલા તેના ઘરની તસ્વીર પોસ્ટ કરી હતી. જો કે બંનેના દોસ્તના જણાવ્યા મુજબ તેમનું લગ્નજીવન બરોબર ચાલી રહ્યું ન હતું. આ પહેલા પણ ઘરેલું હિંસાને લઈને પોલીસને તેના ઘરે બોલાવવામાં આવી હતી.