Get The App

કેનેડા બાદ અમેરિકાએ ભારતના પૂર્વ રૉ ઓફિસર પર લગાવ્યાં પત્નુની હત્યાના કાવતરાંનો આરોપ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
કેનેડા બાદ અમેરિકાએ ભારતના પૂર્વ રૉ ઓફિસર પર લગાવ્યાં પત્નુની હત્યાના કાવતરાંનો આરોપ 1 - image


Khalistani terrorist Gurpatwant Singh Pannun : કેનેડા બાદ હવે અમેરિકાએ પણ ભારત સરકાર પર આરોપો લગાવતાં રાજકારણ ગરમાયું છે. અમેરિકાએ પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ યાદવ અગાઉ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સાથે સંકળાયેલા હતા. અમેરિકાએ તેના પર પન્નુની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે પૂર્વ રૉ ઓફિસર ભાડુતી હત્યારાઓ દ્વારા હત્યા કરાવવાનો પ્રયાસ કરવા અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. 

અમેરિકન વિરુદ્ધ હિંસા સાખી નહીં લઈએ 

એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એફબીઆઈ અમેરિકામાં રહેતા લોકો વિરુદ્ધ હિંસા અથવા બદલો લેવાના પ્રયાસોને સાંખી નહીં લે." આ ષડયંત્ર કથિત રીતે મે 2023માં શરૂ કરવામાં આવ્યું હતું. વિકાસ યાદવ જે તે સમયે કથિત રીતે ભારત સરકારનો કર્મચારી હતો, તેણે કથિત રીતે હત્યાને અંજામ આપવા માટે ભારતમાં અને વિદેશમાં રહેતા લોકોને મદદ કરી હતી. તેનું લક્ષ્ય ભારતમાં નિર્દિષ્ટ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હતું જે ખાલિસ્તાની સમર્થક છે.

પૂર્વ ભારતીય જાસૂસ પર પન્નુની હત્યાના કાવતરાનો આરોપ 

અહેવાલ અનુસાર, વિકાસ યાદવ હાલમાં ભારતમાં છે, પરંતુ અમેરિકી અધિકારીઓ તેના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે. વિકાસ યાદવ પર પન્નુની હત્યા માટે ભારતીય નાગરિકને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. નિખિલ ગુપ્તાની ગયા વર્ષે જૂનમાં પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. જોકે નિખિલે કહ્યું હતું કે તે દોષિત નથી. આરોપમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે RAW એજન્ટ વિકાસ યાદવે પન્નુની હત્યાનું કાવતરું ઘડવા માટે નિખિલ ગુપ્તાને રાખ્યો હતો. અમેરિકી અધિકારીઓની દલીલ છે કે નિખિલ ગુપ્તાને લાગ્યું કે 2023માં કેનેડામાં નિજ્જરની હત્યા થયા બાદ તરત જ પન્નુને મારી નાખવાની જરૂર હતી. આરોપ મુજબ, નિખિલ ગુપ્તાનું માનવું હતું કે નિજ્જરની હત્યા કર્યા પછી પન્નુને મારવા માટે રાહ જોવાની જરૂર નથી.

કેનેડા બાદ અમેરિકાએ ભારતના પૂર્વ રૉ ઓફિસર પર લગાવ્યાં પત્નુની હત્યાના કાવતરાંનો આરોપ 2 - image


Google NewsGoogle News