ઑબામા અને ટ્રમ્પના પૂર્વ તબીબે કહ્યું : બાયડેન સ્મરણ શક્તિ ગુમાવી રહ્યા છે : ત્યાગ પત્ર આપે

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
ઑબામા અને ટ્રમ્પના પૂર્વ તબીબે કહ્યું : બાયડેન સ્મરણ શક્તિ ગુમાવી રહ્યા છે : ત્યાગ પત્ર આપે 1 - image


- બાયડેન સ્પર્ધામાંથી ખસી ન જાય તો 25મો સુધારો અમલી કરવો

- રાષ્ટ્રીય સલામતીની દ્રષ્ટિએ પણ તેમણે છૂટા થવું પડે : ટ્રમ્પ સાથેની બાયડેનની ચર્ચા પછી તબીબે આપેલો સ્પષ્ટ મત

વોશિંગ્ટન : બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રમુખ પદ દરમિયાન પ્રમુખના સત્તાવાર તબીબી તરીકે રહેલાં ડૉ. રોની જેક્સને જણાવ્યું હતું કે પ્રમુખ જો બાયડેન કદાચ સ્મરણ શક્તિ ગુમાવી રહ્ય છે. આથી તેમણે પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી જવું જોઇએ. તેનું કારણ આપતાં રૉની જેક્સને જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સાલમતીનો પ્રશ્ન છે, તેથી તેઓએ સ્પર્ધામાં તો ઊભા રહેવું જ ન જોઇએ. પરંતુ તત્કાળ ત્યાગપત્ર આપી દેવું પડે.

શનિવારે પોસ્ટ ઉપર ટેક્સાસના આ રીપબ્લિકને લખ્યું હતું કે એક અમેરિકન તરીકે પણ હું જણાવું છું કે, તેઓએ તુર્ત જ પોતાનું અત્યારનું પદ (પ્રમુખ પદ) છોડી દેવું પડે અને ચૂંટણીમાં ફરી ઊભા રહેવાની વાત જ પડતી મુકવી પડે.

૮૧ વર્ષના આ કમાન્ડર ઇન ચીફ બફાટ કરવા માટે કુખ્યાત બની રહ્યા છે, તેથી તેઓની ઘણી ઘણી ટીકાઓ થઇ રહી છે. તેઓ બીજી વખત આ ચૂંટણીમાં ઊભા રહેવાની તેમની ઇચ્છા ઘણી જ ટીકા પાત્ર બની છે. બાયડેન ઘણી વખત નામ ભૂલી જાય છે. તેઓનું હલન ચલન પણ અડવાતું (અસ્થિર) બની રહ્યું છે. માટે અમેરિકા આજ સુધીના ઇતિહાસમાં પ્રમુખ પદો આવેલા જો બાયડેન તેઓની તંદુરસ્તી અંગે ટીકાપાત્ર બની રહ્યા છે.

ફર્સ્ટ લેડી જીલ બાયડેનના પૂર્વ પતિ બિલ સ્ટીવન્સને જીલ બાયડેનની જ ટીકા કરતાં કહ્યું હતું. વાસ્તવમાં તારે જ તારા વર્તમાન પતિને આ સ્પર્ધામાં ન રહેવા કહેવું જોઇએ. જ્યારે બાયડેનના શાળા સમયના મિત્ર જે પેરિતિએ પણ બાયડેનને આ સ્પર્ધામાં ઊભા રહેવા અંગે ફરી વિચારવા પત્ર લખી અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News