માફ કરી દો : ગાઝામાં માર્યા ગયેલા નિર્દોષો માટે ઇઝરાયેલે માફી માગી : બાયડેન, શુનક ગુસ્સે થયા

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
માફ કરી દો : ગાઝામાં માર્યા ગયેલા નિર્દોષો માટે ઇઝરાયેલે માફી માગી : બાયડેન, શુનક ગુસ્સે થયા 1 - image


- ઇઝરાયલના હવાઈ હુમલામાં વર્લ્ડ સેન્ટ્રલ કીચનના છ આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માર્યા ગયા : તેની સેના પ્રમુખે માફી માગી

તેલ અવીવ, ગાઝા : હમાસ આંતકીઓ સામેનાં યુદ્ધમાં ઇઝરાયલી સેના કેર વરસાવી રહી છે. તેમાં નિર્દોષોના પણ જાન ગયા છે. ગાઝા પર થયેલા નવા હુમલામાં આઈડીએફના અમેરિકી એનજીઓ માટે કામ કરતા ૬ નિર્દોષ વિદેશી નાગરિકો સહિત કુલ ૭નાં મૃત્યુ થયાં છે. તેમાં ભારતીય મૂળનાં એક મહિલા પણ સમાવિષ્ટ છે.

મરનારાઓમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના પણ નાગરિકો હતા. આથી ઇઝરાયલ ઉપર અમેરિકા અને બ્રિટન બંને ગુસ્સે ભરાયાં છે. અમેરિકાના પ્રમુખ જો બાયેડને આ હુમલાને ત્રાસવાદી હુમલા સમાન જણાવ્યો છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકે આ ઘટનામાં તપાસ માટેનો આદેશ આપી દીધો છે. આમ ચારે તરફથી ઘેરાયેલા ઇઝરાયલની સેનાાના અધ્યક્ષે જાહેર માફી માગી છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણે ઇઝરાયલ દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં વર્લ્ડ સેન્ટ્રલ કીચનના આંતરરાષ્ટ્રીય સહાય કર્મીઓનાં મૃત્યુ થયાં છે. તે ઉપરાંત એક પેલેસ્ટાઇની ડ્રાઈવર પણ માર્યો ગયો છે. માર્યા ગયેલાઓમાં ભારત વંશીય મહિલા, લાલજવમી ફ્રેન્કકૉમ પણ સમાવિષ્ટ છે. તે ઓસ્ટ્રેલિયામાં વસતી હતી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનિઝે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે માર્યા ગયેલાઓમાં ૪૩ વર્ષના ફ્રેન્કકૉમ પણ છે. તેમનાં મૃત્યુ માટે ઇઝરાયલી સરકારે પૂરી જવાબદારી લેવી જ જોઇએ. તેવી પણ માગણી તેમણે કરી હતી. મીડીયા રીપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયન પિતા અને મિઝો માતાથી જન્મેલી ફ્રેન્કકોમ યુદ્ધગ્રસ્ત ગાઝામાં ચાલી રહેલાં રાહત મિશનમાં કામ કરતી હતી. પરંતુ સોમવારે મોડી રાત્રીએ થયેલા હવાઈ હુમલામાં તેનું મૃત્યુ થયું હતું.

આ હુમલામાં માર્યા ગયેલા ૭ લોકોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, પોલેન્ડ, બ્રિટન, અને અમેરિકાના નાગરિકો હતા તથા એક પેલેસ્ટાઇની નાગરિક (ડ્રાઈવર) પણ હતો.

આ હવાઈ હુૂમલા અંગે અમેરિકા અને બ્રિટને નારાજગી દર્શાવી છે. અમેરિકા, પોતાના મિત્ર ઇઝરાયલથી નારાજ થયું છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપી દીધો છે.

અમેરિકાના પ્રમુખ બાયડેને કહ્યું હતું કે ઇઝરાયલ ડીફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા હુમલા થતા હોવાની ઘટના કોઈ નવી ઘટના નથી. પરંતુ આ ઘટના દર્શાવે છે કે ઇઝરાયલ હમાસ યુદ્ધમાં નિર્દોષ સહાયતા કર્મીઓ અને પેલેસ્ટાઇની નાગરિકોની સલામતી માટે આપણે નિષ્ફળ ગયા છીએ. એક અમેરિકા સહિત વર્લ્ડ સેન્ટ્રલ કીચનમાં સાત લોકોનાં થયેલાં મૃત્યુથી મને ઘણું જ દુઃખ થયું છે. આ કીચન તો ભૂખ્યા નાગરિકોને ભોજન આપે છે. ત્યાં કામ કરનારા સર્વે બહાદૂર અને નિઃસ્વાર્થ હતા. તેઓનું મૃત્યુ ઘણું જ દુઃખદ છે.

આમ ચારે બાજુથી ઘેરાયેલાં ઇઝરાયેલ આ હુમલા માટે જાહેર માફી માગી છે. તેણે કહ્યું કે આ કૈં ખોટી માહિતીને લીધે થયું હતું. ઇઝરાયલ સેના પ્રમુખે પણ તે માટે જાહેર માફી માગી છે.

આ યુદ્ધમાં ૩૦ હજારથી વધુ લોકોનાં જાન ગયા છે. જેમાં ૭૦ ટકા તો બાળકો, મહિલાઓ અને વૃદ્ધો છે.


Google NewsGoogle News