Get The App

આ મહિનાના અંતે યુક્રેનના વિદેશ મંત્રી ભારત આવવા સંભવ : શાંતિ મંત્રણામાં સાથ આપવા ભારતને અનુરોધ કરશે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
આ મહિનાના અંતે યુક્રેનના વિદેશ મંત્રી ભારત આવવા સંભવ : શાંતિ મંત્રણામાં સાથ આપવા ભારતને અનુરોધ કરશે 1 - image


- યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થપાવાના દેખાતા આશા કિરણો

- દીમીત્રી કુલેબા સાથે ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ આવશે : આગામી મહિને જીનીવામાં શિખર મંત્રણા યોજાવા સંભવ : સૂત્રો

નવી દિલ્હી : યુક્રેનના વિદેશ મંત્રી દીમીત્રો કુલેબા આ મહિનાના અંતે શાંતિ મંત્રણામાં ભારતને સાથ આપવા અનુરોધ કરવા ભારત આવવાના છે. ૨૦૨૨માં રશિયાએ યુક્રેન ઉપર કરેલાં આક્રમણ પછીની કુલેબા ભારતની આ પહેલી મુલાકાત બની રહેવાની છે.

આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયનાં સાધનો જણાવે છે કે કુલેબાની સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ ભારત આવવાનું છે. કુલેલા તેઓની આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે ઇંડીયા - યુક્રેન ઇન્ટર ગવર્નમેન્ટલ- કમિશનની બેઠકમાં સહ અધ્યક્ષ પદે રહેશે. ૨૦૧૮ પછી આ કમિશનની ૨૦૧૮ પછીની તે સૌથી પહેલી બેઠક બની રહેશે.

સત્તાવાર રીતે તો કુલેમાની આ મુલાકાતની જાહેરાત થઈ નથી પરંતુ સાધનો જણાવે છે કે તે મુલાકાત લગભગ નિશ્ચિત જ છે. તે દરમિયાન સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં યોજાનારી શાંતિ શિખર મંત્રાણામાં ૨૦૨૨માં ઝેલેન્સ્કીએ રજૂ કરેલી ૧૦ મુદ્દાની શાંતિ દરખાસ્ત વિષે પણ ચર્ચા થશે.

ચીનના સ્વિત્ઝર્લેન્ડ સ્થિત રાજદૂતે સોમવારે કહ્યું હતું કે, શાંતિ મંત્રણામાં ભાગ લેવો કે નહીં તે વિષે બૈજિંગ વિચારશે.

બીજી તરફ કુલેબાએ આવર્ષના ૩જી જાન્યુઆરીએ સૌથી પહેલાં જયશંકરને ટેલીફોન કોલ કર્યો હતો. જેમાં ભારતના અભિગમ વિષે ચર્ચા કરી હતી. આ સાથે તેમાં રશિયા તરફથી વધી રહેલા આક્રમણની પણ ચર્ચા કરી હતી.

યુદ્ધ અંગે રશિયાને જાહેરમાં જવાબદાર કહેવાનું ભારતે હજી સુધી નિવાર્યું છે. તેણે જી-૨૦ પરિષદમાં પણ રશિયાને તે યુદ્ધ માટે ઠપકો આપવાનું ટાળ્યું હતું. તે પછી દેશમાં થોનીએલા રાયસીના કાર્યકાળ સમય ભારતનાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ વિનય કવાત્રા અને વિક્રમ મિશ્રાએ યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમીને ઝાપારોવા અને ઇરીના બોરોવર સાથે મંત્રણા કરી હતી.


Google NewsGoogle News