એક ટંકના ભોજન માટે સેકસ માટે મજબૂર થવું પડે છે, સુદાનમાં મહિલાઓની કરુણ કહાણી

રાશન મેળવવાનો એક માત્ર ઉપાય સૈનિકો સાથે યૌન સંબંધ હતો.

યૌન સંબંધનો ઇન્કાર કરે તેના પર સૈનિકો ખૂબ અત્યાચાર કરે છે

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
એક ટંકના ભોજન માટે સેકસ માટે મજબૂર થવું  પડે છે, સુદાનમાં મહિલાઓની કરુણ કહાણી 1 - image


ખાર્ટુમ, ૨૨ જુલાઇ,૨૦૨૪,સોમવાર 

યુદ્ધગ્રસ્ત સુદાનમાં મહિલાઓએ ભોજન માટે ખૂબજ અપમાન સહન કરવું પડે છે, ધ ગાર્જીયનના એક રિપોર્ટ અનુસાર  ભોજન પ્રાપ્ત કરવા માટે સૈનિકો સાથે મહિલાઓએ સેકસ માટે મજબૂર થવું પડે છે. સુદાની શહેર ઓમદુરદાનીથી ભાગીને આવેલી બે ડઝનથી વધુ મહિલાઓએ જણાવ્યું હતું કે સુદાની શહેરમાં ભોજન મેળવવાનો એક માત્ર ઉપાય સૈનિકો સાથે યૌન સંબંધ હતો.

ભોજન તૈયાર કરવા માટે ઘરે રાશન મેળવવા માટે પણ યૌન યાતનામાંથી પસાર થવું પડતું હતું. પરિવારને ભોજન મળે તે માટે આ મજબૂરી બની ગઇ હતી. શહેરમાં જયાં ખાધાન્નનો સંગ્રહ કરવામાં આવે છે તે સ્થળે આવેલી ફેકટરીઓ પર હુમલા થતા હતા. રિપોર્ટ મુજબ ગત વર્ષ મે મહિનામાં ફેકટરીઓમાં કામ કરતી મહિલાઓને પણ યૌન ઉત્પીડનનો ભોગ બનવું પડયું હતું.

એક ટંકના ભોજન માટે સેકસ માટે મજબૂર થવું  પડે છે, સુદાનમાં મહિલાઓની કરુણ કહાણી 2 - image

 સૈનિકો મહિલાઓેને લાઇનસર ઉભી રાખતા હતા. જે વધારે સુંદર લાગે તેને પસંદ કરતા હતા. જે મહિલાઓ યૌન સંબંધનો ઇન્કાર કરે તેને પણ પરેશાન કરવામાં આવતી હતી. કેટલીક મહિલાઓએ બળાપો ઠાલવ્યો હતો કે સુદાનના ઓમદુરદાની શહેરમાં એટલું પાપ થયું છે કે કયારેક કોઇ માફી આપી શકે તેમ નથી. 

સુદાન યુધ્ધમાં હજારો લોકોના મોત થયા છે. કેટલાક અનુમાનો અનુસાર મૃતકોની સંખ્યા ૧.૫૦ લાખ કરતા પણ વધુ છે.લોકો વિશ્વનું અત્યંત   કરુણ પ્રકારનું વિસ્થાપન કરી રહયા છે. ૧૧ મિલિયનથી વધુ લોકો બેઘર બની ગયા છે. સુદાનમાં દુષ્કાળની પરિસ્થિતિએ પછાડ પર પાટુ મારવાનું કામ કર્યુ છે. 


Google NewsGoogle News