1960 પછી અમેરિકામાં પ્રથમ વાર હિંસા ઘટી, 2500 મર્ડર ઓછા થયા
એફબીઆઇ અનુસાર ગત વર્ષ અમેરિકામાં 19252 હત્યા થઇ હતી.
કાર ચોરીની ઘટના 12 ટકા વધી બાકીના અપરાધો ઓછા થયા
વોશિંગ્ટન ડીસી, 24 સપ્ટેમ્બર, 2024,મંગળવાર
એફબીઆઇના આંકડા અનુસાર 2023માં 2022ની સરખામણીમાં લગભગ 2500 જેટલી હત્યાઓ ઘટી છે. એફબીઆઇ અનુસાર ગત વર્ષ અમેરિકામાં 19252 હત્યા થઇ હતી. વોશિંગ્ટન ડીસી, ગ્રીન્સબોરો, એન.સી. મેમ્ફિસ, ટેનેસી જેવા શહેરોમાં હિંસક ઘટનાઓનું પ્રમાણ વધારે હતું. આવી હિંસક ઘટનાઓમાં 12 ટકા જેટલો ઘટાડો થયો છે.
ન્યૂ ઓરલિયન્સમાં આવેલી અપરાધ ડેટા એનાલિસિસ વિભાગના જેફ એશરના જણાવ્યા અનુસાર 1960થી નેશનલ રેકોર્ડ કીપિંગ શરુ કરવામાં આવ્યો તે પછી સૌથી મોટો ઘટાડો છે. કુલ મળીને હિંસક અપરાધની ઘટનાઓમાં 3 ટકા અને સંપતિને લગતા ગુનામાં 2.6 ટકા. ચોરીની ઘટનામાં 7.6 ટકા જેટલો ઘટાડો થયો છે. જો કે કાર ચોરી એક માત્ર અપવાદ છે જેમાં ગત વર્ષની સરખામણીમાં 12 ટકા જેટલો વધારો થયો છે.
જો કે રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી પ્રચાર ચાલી રહયો છે જેમાં રિપબ્લીકન ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી શહેરોને અપરાધગ્રસ્ત ડાયસ્ટોપિયા ગણાવ્યા છે. અમેરિકાની અપરાધ અંગેની સામાન્ય અવધારણા એવી છે કે અપરાધ વધ્યો છે તેના કરતા વિપરિત માહિતી છે. ઉદાહરણ તરીકે ગેલેપ પોલમાં 77 ટકા અમેરિકનોનું માનવું હતું કે અપરાધ વધતો જાય છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર કાઉન્સિલ ઓફ ક્રિમિનલ જસ્ટિસના મુખ્ય કાર્યકારી એડમ ગેલબે કહયું હતું કે નોન પ્રોફિટ સંશોધન સમૂહ જે અમેરિકામાં અપરાધ પર રિપોર્ટ તૈયાર કરે છે. જેમાં રસ્તામાં,ટીવી પર અને સોશિયલ મીડિયા ફીડમાં શું જુઓ છો. શું સાંભળો છો અને મહેસૂસ કરો છો તેનો સમાવેશ થાય છે. આના માટે એફબીઆઇનો સ્ટડી કરવા બેઠા નથી. સુરક્ષાની ધારણા સ્પ્રેડશીટમાં સંખ્યાઓથી માપી શકાય નહી.
અપરાધશાસ્ત્રીઓ હિંસક ઘટનાઓમાં ઘટાડા માટે અનેક કારણોને જવાબદાર ગણે છે. જેમાં મોટા ભાગના કોરોના મહામારી પછીના થાળે પડેલા જનજીવન સાથે સંકળાયેલા છે. સામાજિક સેવાઓની ફરી કાર્યાન્વિત થવી, સામાજિક બંધનો ફરીથી સ્થપાવા, અત્યંત સક્રિય પુલિસિંગ, અને હિંસા રોકવા માટેના પ્રયાસોનો સમાવેશ થાય છે. અમેરિકામાં હિંસા અને અપરાધના આંકડા આશાસ્પદ હોવા છતાં વિવાદ જગાવે તેવા છે. અપરાધશાસ્ત્રીઓનું માનવું છે કે હિંસા માત્ર આંકડાઓમાં ભલે ઘટી હોય પરંતુ તેનો ગ્રાઉન્ડ ઉપર પણ પ્રભાવ જરુરી છે.