Get The App

પૃથ્વીના ઇતિહાસમાં પહેલીવાર આકાશગંગા બહાર ૨૦૦૦ ગ્રહ મળ્યા

- અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીના અવકાશવિજ્ઞાનીએ કર્યુ સંશોધન

- ફોટલેન્સિંગથી આપણી આકાશગંગાથી ૩.૮ મિલિયન પ્રકાશવર્ષ દૂર અન્ય આકાશગંગા શોધાઈ

Updated: Feb 6th, 2018

GS TEAM


Google News
Google News

વોશિંગ્ટન, તા. 5 ફેબ્રુઆરી, 2018, સોમવાર

સૌપ્રથમવાર આપણી આકાશગંગા બહાર કોઈ ગ્રહ હોવાના પુરાવાઓ મળ્યા છે. અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીના અવકાશવિજ્ઞાાનીએ ૩.૮ મિલિયન પ્રકાશવર્ષ દૂર આવેલી આકાશગંગામાં  ૨૦૦૦ ગ્રહો શોધી કાઢ્યા છે. આ ગ્રહોને ફોટોલેન્સિંગ નામની પદ્ધતિથી શોધવામાં આવ્યા છે.

અવકાશવિજ્ઞાાનીઓએ સૌપ્રથમવાર આપણી આકાશગંગા બહાર ગ્રહો શોધી કાઢ્યા છે. અન્ય આકાશગંગામાં આશરે બે હજાર ગ્રહો અવકાશવિજ્ઞાાનીઓને મળી આવ્યા છે. આ પહેલાં આપમી આકાશગંગામાં જ ગ્રહો મળી આવવાના બનાવો બનતા હતા. અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીના અવકાશવિજ્ઞાાની પ્રોફેસર ઝિન્યુ ડાઈએ માઇક્રોલેન્સિંગન નામની પદ્ધતિથી આ ગ્રહો શોધ્યા છે. ગ્રહોના આ ઝૂંડમાં ચંદ્રના કદથી લઈને ગુરૃના કદના ગ્રહો આવેલા છે. આ આકાશગંગા આપણી આકાશગંગાથી  ૩.૮ મિલિયન પ્રકાશવર્ષ દૂર આવેલી છે.

માઇક્રોલેન્સિંગમાં કોઈ અવકાશી પદાર્થ કે ગ્રહના પ્રકાશનું વિવિધ રીતે વિશ્લેષણ કરવામાં આવે છે. મળી આવેલા ગ્રહ તેમજ પૃથ્વી વચ્ચેના માર્ગમાં રહેલા તારાઓ, ગ્રહો, બ્લેકહોલ વગેરેના ગુરુત્વાકર્ષણને માપ્યા બાદ તે ગ્રહનું પૃથ્વીથી કેટલું અંતર છે તેના વિશે જાણવામાં આવે છે. આ સંશોધનને પ્રોફેસર ઝિન્યુ ડાઈ અને તેમના સહસંશોધક ડૉ. એડયુરાડો ગુરાસે ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત કર્યુ છે.

સંશોધકોનું કહેવું છે કે આકાશગંગા ૩.૮ મિલિયન પ્રકાશવર્ષ દૂર આવેલી હોવાથી તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કે સીધુ નિરીક્ષણ શક્ય નથી. અત્યારે દુનિયામાં ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ ટેલિસ્કોપની મદદની પણ સીધી રીતે તેમનું અવલોકન શક્ય નથી. તેથી ફોટોલેન્સિંગ જેવી વિવિધ પદ્ધતિઓથી અમે હવે આ ગ્રહોના દળ અને અન્ય લાક્ષણિકતાઓ વિશે સંશોધન કરવામાં આવશે.

Tags :