Get The App

અમેરિકામાં ફ્લૂનો કહેર, એક વર્ષમાં 2.9 કરોડ કેસ નોંધાયા, 16000થી વધુના મોતથી હાહાકાર

Updated: Feb 21st, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકામાં ફ્લૂનો કહેર, એક વર્ષમાં 2.9 કરોડ કેસ નોંધાયા, 16000થી વધુના મોતથી હાહાકાર 1 - image


USA Flu News | રહસ્યમય બીમારીએ અમેરિકનોનો ભરડો લીધો છે. 8મી ફેબુ્રઆરી સુધી 2024-25ની ફ્લુ સીઝનમાં સીડીસીના અંદાજ મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ નોંધાયા છે અને તેમા 370000નું હોસ્પિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ફ્લુ સીઝનમાં 16 હજારથી પણ વધુના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા દાયકામાં ફ્લુથી થયેલા મોતનો આંકડો પહેલી વખત આ સ્તરે પહોંચ્યો છે. તેથી તંત્ર સ્તબ્ધ છે. 

ડોક્ટરોને મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝાના બે પ્રકાર એચવનએનવન  અને એચ3એન2ને લઈને ચિંતા છે. સીડીસીએ જણાવ્યું હતું કે ફ્લુનું પ્રમાણ વધતા હોસ્પિટલાઇઝેશન અને મોતનું પ્રમાણ વધી રહ્યું છે. 

તેની પેટર્નના લીધે ચેપનું જોખમ વધી જાય છે. કેલિફોર્નિયા પ્રાતમાં પહેલી જુલાઈથી ફ્લુના 561 કેસ નોંધાયા છે અને ૬૫થી ઉપરના જ તેનો ભોગ બન્યા છે. આ સીઝનમાં પીડિયાટ્રિક ફ્લુથી દસ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ પીડિયાટ્રિક ડેથ થયા છે.

અમેરિકામાં કેલિફોર્નિયામાં ફ્લુના આંકડાએ કોવિડથી થયેલા મોતના આંકડાના વટાવી દીધા છે. ફ્લુના કેસોમાં અચાનક આવતા અમેરિકન હોસ્પિટલો પર દબાણ વધી ગયું છે.

સીડીસીએ જણાવ્યું હતું કે 2017-18 પછી ફ્લુની આ સીઝન લગભગ તમામ વયજૂથના લોકો માટે અત્યંત જોખમી નીવડી છે. આ વખતે વેક્સિનેશન રેટ ઐતિહાસિક રીતે નીચો છે ત્યારે ફ્લુના પ્રમાણમાં વધારો થયો છે. ફક્ત 44 ટકા પુખ્તો અને 46 ટકા બાળકોએ જ ફ્લુ શોટ લીધો છે. 

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ  પ્રીવેન્શન (સીડીસી)ના જણાવ્યા મુજબ કેલિફોર્નિયામાં લગભગ બધી હોસ્પિટલો ભરેલી છે, ક્લિનિકો પણ બાકી નથી. જ્યાં જુઓ ત્યાં ઇન્ફ્લુએન્ઝા જ છે. લગભગ 70 ટકાથી વધારે રેસ્પિરેટરી વાઇરસ ઇન્ફ્લુએન્ઝા પોઝિટિવ જોવા મળ્યો છે. આમ આ આકડો કોવિડ-19ને પણ વટાવી ગયો છે.

તાજેતરના અઠવાડિયાઓમાં છેલ્લા બે સપ્તાહમાં થયેલા કુલ મોતમાં ફ્લુથી થયેલા મોતનો હિસ્સો સૌથી વધુ 2.6 ટકા હતો. જ્યારે કોવિડનો કુલ મોતમાં મહત્તમ હિસ્સો 1.5ટકા રહ્યો હતો. ફ્લુના કેસો વધતાં હોસ્પિટલો પર ફરીથી દબાણ આવ્યું છે. આ જોઈને ટ્રમ્પે મોટાભાગની  હોસ્પિટલોના સ્ટાફને ફરીથી હાયર કરવાની ફરજ પાડી છે.

Tags :