ફલોરિડાએ ૧૪ વર્ષથી ઓછી વયના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધની કરી પહેલ
આ વિધેયક સંબંધી પ્રતિબંધ કાનુન પર ગર્વનર રૉન ડિસેંટિસે હસ્તાક્ષર કર્યા
બાળકો હતાશા, આત્મહત્યા અને સાઇબર બુલિંગનો શિકાર બને છે.
ફલોરિડા,૨૬ માર્ચ,૨૦૨૪,મંગળવાર
નાના બાળકોમાં સોશિયલ મીડિયાનું વળગણ વધતું જાય છે ત્યારે ફલોરિડામાં એક વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિધેયક સંબંધી પ્રતિબંધ કાનુન પર ગર્વનર રૉન ડિસેંટિસે હસ્તાક્ષર કર્યા હતા. જો કોઇ કાનુની ગુચવાડો નહી સર્જાય તો બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ નકકી છે. વિધેયકની જોગવાઇ મુજબ સોશિયલ મીડિયાનો જો બાળકોએ ઉપયોગ કરવો હશે તો માતા પિતા કે વાલીની મંજુરી હોવી જરુરી છે.
આ બીલ બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકે છે પરંતુ એમાં માતા પિતાની અનુમતિની રાહત પણ આપવામાં આવી છે. આ બીલમાં અડચણો પણ આવવાની છે આથી તેના અમલનો સમયગાળો વર્ષાન્ત સુધી રાખવામાં આવ્યો છે. ગત મહિને ડીસેંટિસ દ્વારા વીટો વાપરવામાં આવતા પ્રસ્તાવ થોડો નબળો પડયો હતો.
સોશિયલ મીડિયા અભિવ્યકિત અને વાણી સ્વાતંત્રતા માટે મહત્વનું ગણાય છે ત્યારે અમેરિકાના ઇતિહાસમાં સોશિયલ મીડિયા પરની સૌથી નકારાત્મક કાર્યવાહી છે. ફલોરિડામાં આ વિધેયક અંગે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. સોશિયલ મીડિયા પર બાળકો વિવાદાસ્પદ માહિતી એકઠી કરે છે. સોશિયલ મીડિયાથી બાળકો આત્મહત્યા, સાઇબર બુલિંગ નો શિકાર બાળકો બને છે.
આ કદમ બાળકોને માનસિક સ્વાસ્થ્યને ઓનલાઇન જોખમોથી બચાવવા માટે છે. માતા પિતાની સંમતિ નહી હોય તેવા તમામ સોશિયલ મીડિયા પરના એ તમામ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જો કે આમાં કોઇ સોશિયલ મીડિયા ફલેટફોર્મનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ મેટ્રિકસ,ઓટો પ્લે વીડિયો અને લાઇવ સ્ટ્રીમિંગ જેની વિશેષતાઓ ધરાવતા સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયાના કારણે બાળકોની વાસ્તવિક દુનિયામાં દોસ્તી કરવાની પ્રવૃતિ ઘટતી જાય છે. વિધેયકના વિરોધીઓ માને છે કે બાળકોની જરી પુરાણી માનસિકતામાં ઢસેડી જવા જોઇએ નહી, સોશિયલ મીડિયા પર ઉંમરના પ્રતિબંધ કરતા તો કન્ટેન્ટ પર હોવો જરુરી છેતેનું ધ્યાન વાલીઓએ રાખવું જોઇએ.