પેલેસ્ટાઈનના તમામ લોકો યુધ્ધમાં જીવ ગુમાવશે, રિપબ્લિકન નેતાના નિવેદનથી અમેરિકામાં હંગામો
વોશિંગ્ટન,તા.11.નવેમ્બર.2023
અમેરિકના ફ્લોરિડા રાજ્યની વિધાનસભામાં રિપબ્લિકન પાર્ટીના એક નેતાએ આપેલા નિવેદનના પગલે હોબાળો મચી ગયો હતો. વિધાનસભામાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા એન્જી નિક્સને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામની માંગ કરતો એક ઠરાવ પસાર કરવા માટે મુકયો હતો.આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, 10000 લોકોના આ જંગમાં મોત થયા છે અને હજી પેલેસ્ટાઈનના કેટલા નાગરિકો જીવ ગુમાવશે ત્યારે રિપબ્લિકન પાર્ટીના મહિલા નેતા મિશેલ સાલ્ઝમાને કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈનના તમામ નાગરિકો જીવ ગુમાવશે.
જેના પર નિક્સને આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ.જોકે એન્જી નિક્સનનો પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહોતો.કારણે 104 લોકોએ તેના વિરોધમાં અને બે લોકોએ તેની તરફેણમાં વોટિંગ કર્યુ હતુ.જોકે વિધાનસભામાં ચર્ચા દરમિયાન સાલ્ઝમાનના નિવેદનના કારણે હંગામો સર્જયો હતો.
હવે કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન દ્વારા સાલ્ઝમાનના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યુ છે અને કહેવામાં આવ્યુ છે કે, આ નિવેદન પેલેસ્ટાઈનના લોકોના નરસંહારને નિમંત્રણ આપવા સમાન છે.