Get The App

ચીનના ઉત્તર અને મધ્ય ભાગમાં પૂર હોનારત, પૂલ તુટવાથી ૧૨ તણાયા

મધ્ય ચીનના હેનાને ગત સપ્તાહ પણ ભયંકર પૂરનો સામનો કર્યો હતો.

જળવાયુ પરિવર્તનથી પહેલા અતિ ગરમી અને હવે સાંબેલાધાર વરસાદ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ચીનના ઉત્તર અને મધ્ય ભાગમાં પૂર હોનારત, પૂલ તુટવાથી ૧૨ તણાયા 1 - image


હેનાન,૨૦ જુલાઇ,૨૦૨૪,શનિવાર 

ઉત્તરી ચીનમાં મૂશળધાર વરસાદના કારણે એક પૂલ તૂટવાથી ૧૨ લોકોના મોત થયા હતા. જયારે ૩૦ થી વધુ ગૂમ થયા હોવાનું આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી ચીનના ઉત્તર અને મધ્ય ભાગમાં મોટો હિસ્સો વરસાદથી તારાજ થયો છે. શાંકસીના પાડોશી અર્ધ સૂકા ગાંસુ પ્રાંત અને મધ્ય ચીનના હેનાને ગત સપ્તાહ પર ભયંકર પૂરનો સામનો કર્યો હતો.

સિચૂઆનમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલન થવાથી બે લોકોના મોત થયા હતા. ચીન અત્યંત ગરમી અને વરસાદ સાથે જળવાયુ પરિવર્તનની વિપરિત અસરનો સામનો કરી રહયું છે. ચીનની શિન્હુઆને ટાંકીને જણાવાયું હતું કે ઉત્તર પશ્ચિમી શાંકસી પ્રાંતમાં શુક્રવારે અચાનક જ રાતે ભારે વરસાદ તૂટી પડવાથી પૂર આવ્યું હતું. પૂરમાં પૂલનું બાંધકામ નબળુ પડવાથી તૂટી પડયો હતો.

ચીનના ઉત્તર અને મધ્ય ભાગમાં પૂર હોનારત, પૂલ તુટવાથી ૧૨ તણાયા 2 - image

શાંગલુ શહેરમાં બનેલી આ ઘટનામાં પૂલ નીચે ગાડીઓ પડી જવાથી પ્રવાસીઓના મોત થયા હતા. પ્રત્યક્ષ સાક્ષીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે  પૂલ ઉપર આગળ જતી ગાડીના વાહનચાલકે બ્રેક લગાવીને રોકવાનું કહયું હતું, એક ડ્રાઇવરે આનું પાલન ના કરતા પૂલ તરફ આગળ વધ્યો હતો.આજ સમયે પૂલ તૂટી પાડતા ગાડીઓ પણ નીચે પડી હતી. 


Google NewsGoogle News