કોરિયામાં બની રહ્યું છે પાણી પર તરતું શહેર: 250 કિમી/કલાકની ઝડપથી પવન ફૂંકાશે તો પણ નહીં થાય નુકસાન
all Image Twitter |
Floating City in South Korea: બોટ અને ક્રુઝને તો તમે પાણી પર તરતી ઘણી જોઈ હશે, પરંતુ શું તમે વિચાર્યું છે, કે પાણી પર તરતું કોઈ શહેર પણ હોઈ શકે છે. તમારો જવાબ ના હશે! કારણ કે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચી વાત છે. સાઉથ કોરિયાના બુસાનમાં ઓશનિક્સ નામનું એક તરતું શહેર બનાવવામાં આવી રહ્યું છે, જે વિશ્વનું પ્રથમ તરતું શહેર હશે. તેનું બાંધકામ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે અને જો બધું બરાબર રહેશે તો તે 2028 સુધીમાં આ તૈયાર થઈ જશે.
ઓશનિક્સ સિટી બનાવવા માટે ગ્રીન કોંક્રીટ બોક્સ પર બનાવવામાં આવી રહેલા પ્લેટફોર્મને દરિયામાં લાવીને જોડી દેવામાં આવશે. આશરે 6.3 હેક્ટરમાં ફેલાયેલા આ મરીન સ્માર્ટ સિટીમાં 12 હજાર લોકો રહી શકશે. જો કે, ત્યાર પછી પણ તેમાં 1 લાખ લોકોને સમાવવા માટે અપગ્રેડ કરી શકાશે.
A very interesting video all Architects should watch !
— ajisafeolumuyiwa (@ajisafeolumuyi2) December 20, 2023
What’s your revert in this South Korea Project Floating City ? pic.twitter.com/vSOTnpDOJ6
એક રિપોર્ટ અનુસાર, Oceanix Cityમાં રહેવા, જમવા, રમવા, મનોરંજન અને શોપિંગ માટે અલગ પ્લેટફોર્મ હશે.
સૌર ઉર્જાથી પેદા કરવામાં આવશે વીજળી
આ શહેરમાં મોટાભાગની ઈમારતોની છતો પર સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવશે, જે વીજળી પેદા કરશે. વીજળીની તમામ જરૂરિયાતો સૌર ઉર્જાથી જ પૂરી કરશે.
250KM/Hના તોફાનમાં પણ સુરક્ષિત
ઈમારતોને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, જો 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા તોફાન આવે તો પણ તેનો સામનો કરી શકશે. ઈમારતો સાત માળ કરતાં ઓછી ઊંચાઈવાળી હશે, જેથી તે ભારે પવનને ઝીલી શકે.
જોરથી ઉછળતાં મોજા સામે સુરક્ષિત
ષટ્કોણ આકાર અને લીલા કોંક્રીટના કારણે આ પ્લેટફોર્મ ખૂબ જ મજબૂત છે, જે જોરથી ઉછળતાં મોજા સામે પણ સુરક્ષિત રહેશે. ગ્રીન કોંક્રીટ વેસ્ટ મટીરીયલમાંથી બનાવવામાં આવે છે, અને તે સામાન્ય કોંક્રીટ કરતા વધુ ટકાઉ હોય છે.
સીફૂડ સંગ્રહ
શહેર માટે બનાવવામાં આવેલા પ્લેટફોર્મની નીચે જાળી લગાવવામાં આવશે, જેનો ઉપયોગ સીફૂડ સ્ટોર કરવા માટે કરવામાં આવશે.