'જો પન્નુનો કેસ ન ઉકેલ્યો તો..' ભારત-અમેરિકાના સંબંધો અંગે 5 ભારતવંશી સાંસદોની ગંભીર ચેતવણી
પન્નુની હત્યાનું કાવતરું ઘડવા સંબંધિત છે મામલો
જાણો કોણે કોણે આ નિવેદન પર હસ્તાક્ષર કર્યા
image : Wikipedia |
Gurupatwant singh pannu Case | અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની (Khalistan Releted News) આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુને મારવાનું તથાકથિત કાવતરું હવે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ પેદા કરવાનું કારણ બની રહ્યું છે. બાયડેન સરકારે તેમના સાંસદોના માધ્યમથી આ કેસમાં કથિતરૂપે સામેલ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સામે કાર્યવાહીની માગ કરી છે અને ચેતવણી આપી છે કે જો એવું નહીં થાય તે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર માઠી અસર થશે.
5 ભારતીય સાંસદોએ ઉચ્ચારી ચેતવણી
આ મામલે શુક્રવારે ત્યારે ગંભીર વળાંક આવ્યો જ્યારે પાંચ ભારતીય અમેરિકી સાંસદોએ નિવેદન જારી કરી કહ્યું કે જો ભારતીય અધિકારી આ મામલે યોગ્ય રીતે તપાસ નહીં કરે તો તેની બંધે દેશોના સંબંધો પર અસર થશે. આ તમામ ભારતીયમૂળના સાંસદો સત્તારુઢ ડેમોક્રેટિક પાર્ટીના હતા. તેમણે ખુલાસો કર્યો કે બાયડેન સરકારે તેમને આ મામલે જાણકારી આપી હતી.
કોણે કોણે નિવેદન જાહેર કર્યું
આ નિવેદન કેલિફોર્નિયાના ડેમોક્રેટ સાંસદ અમી બેરા દ્વારા જારી કરાયું છે. જેમનું સંસદીય વિસ્તાર સેક્રામેંટો કાઉન્ટીમાં મોટી શીખ વસતી ધરાવે છે. આ નિવેદન પર રો ખન્ના, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે પણ હસ્તાક્ષર કર્યા હતા.