રશિયાએ યુક્રેન પર કહેર વર્તાવ્યો, સતત 7.5 કલાક હવાઈ હુમલા, બે સગીર સહિત 5 લોકોનાં મોત
Russia vs Ukrain War Updates | યુક્રેનની રાજધાની પર રશિયાના ડ્રોન હુમલામાં બે સગીરનું મોત થયું હતું. આ માહિતી યુક્રેનના અધિકારીઓએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, યુક્રેન પર મિસાઈલ હુમલામાં પાંચના મોત થયા હતા. જ્યારે 20 ઘાયલ થયા હતા.
કિવના મેયર વિતાલી ક્લિત્સકોના જણાવ્યા અનુસાર, સિટીના પશ્ચિમમાં શુક્રવારે રાત્રે 25 માળના એપાર્ટમેન્ટમાં ડ્રોન ટકરાયા હતા. જેમાં, 15 વર્ષની છોકરીનું મોત થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. જ્યારે, ડિનિપ્રોમાં રશિયનના હુમલામાં 14 વર્ષીય સગીર સહિત અન્ય ત્રણના મોત થયા હતા.
યુક્રેનની ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, હુમલા બાદ 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રશિયન દળોએ સતત 7.5 કલાક સુધી શહેર પર હવાઈ હુમલા કર્યા હતા. આ દરમિયાન શહેરમાં ઈમરજન્સી સાયરનના અવાજથી ગુંજી ઉઠયું હતું. યુક્રેનના એર ડિફેન્સે એક ડઝન જેટલા રશિયન ડ્રોનને તોડી પાડયા હતા.