ખાલિસ્તાની આતંકવાદી પન્નુ કેસમાં ભારતીય મૂળના પાંચ અમેરિકન સાંસદની ભારત સરકારને ચીમકી
પન્નુ કેસના કારણે ભારત- અમેરિકાના સંબંધો પર અસર થઈ શકે છે
ભારત અમેરિકાની ધરતી પર બીજીવાર આ પ્રકારે કાવતરા ન રચે અને તપાસમાં સાથ આપે, ભારતીય મૂળના સાંસદો
Image Twitter |
તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર
અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોનું કહેવું છે કે, જો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા મામલે તપાસ કરવામાં નહીં આવે, તો ભારત અને અમેરિકાના સંબંધો પર ખારાશ પેદા થઈ શકે છે.
પાંચ ભારતીય મૂળના સાંસદો એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે શુક્રવારે મોડી રાત્રે એક સંયુક્ત રીતે નિવેદન આપતા કહ્યું હતું કે, 'આ ખૂબ જ ગંભીર મામલો છે. ભારતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવું ફરી ક્યારેય નહીં થાય. ભારત અમેરિકાની ધરતી પર બીજીવાર આ પ્રકારે કાવતરા ન રચે અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે.
22 નવેમ્બર 2023 ના ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો
હકીકતમાં, અમેરિકીન સરકારે આરોપ મુક્યો છે કે, ન્યૂયોર્કમાં પન્નુ પર જીવલેણ હુમલો કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું તેમા ભારતનો હાથ હતો. તેમજ આ ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. જો કે, તેમા એ વાતનો ખુલાસો નથી કર્યો કે આ હુમલો ક્યારે થવાનો હતો. ગત જૂન 2023માં જ્યારે વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત બાદ અમેરિકન અધિકારીઓએ ભારત સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વાતનો ખુલાસો 22 નવેમ્બર 2023 ના ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં આ વાત સામે આવી છે.
તેના જવાબમાં ભારત સરકારે આ સમગ્ર મામલાની તપાસ માટે એક હાઈ લેવલની કિમિટી બનાવી છે. જેમા તપાસમાં જે પરિણામો આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તમારી જાણ માટે પન્નુ પાસે કેનેડિયન અને અમેરિકન નાગરિકતા છે.
પન્નુની હત્યાના કાવતરાના કેસની બ્રીફિંગ થઈ
ભારતીય મૂળના પાંચ સાંસદોને શુક્રવારે પન્નુ કેસ સાથે જોડાયેલ કેટલીક મહત્વપુર્ણ માહિતી આપવામાં આવી હતી. અમેરિકી એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલ બ્રીફિંગમાં કહ્યું છે કે, પન્નુની હત્યાનું કાવતરુ રચવાનો આરોપ નિખિલ ગુપ્તા પર છે. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું રચવાના કેસમાં 29 નવેમ્બરે ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી. જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચાર્જશીટમાં લખેલુ છે કે, ભારતના એક પૂર્વ CRPF ઓફિસરે તેને પન્નુની હત્યાનો પ્લાનિંગ કરવા માટે કહ્યુ હતું.
પન્નુની હત્યા માટે 83 લાખ રૂપિયામાં થઈ હતી ડીલ
ન્યૂયોર્ક પોલીસની જે ચાર્જશીટ સામે આવી છે તેમા લખ્યુ છે કે, એક ભારતીય અધિકારીના કહેવાથી નિખિલે પન્નુની હત્યા માટે જે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો તે એક અમેરિકન એજન્ટ હતો. આ એજન્ટે નિખિલની ઓળખ અન્ય ગુપ્ત અધિકારી સાથે કરાવી હતી, જેમાં પન્નુની હત્યા કરવાની વાત કરી હતી. અને તેના માટે લગભગ 83 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી.