અફઘાનિસ્તાનનાં ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે ખુદને કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા
કાબુલ, 17 ઓગસ્ટ 2021 મંગળવાર
અફઘાનિસ્તાનનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. મંગળવારે એક ટ્વિટમાં સાલેહે જણાવ્યું કે અફઘાનિસ્તાનનાં બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરી, ભાગી જવું, રાજીનામું અથવા મૃત્યુની સ્થિતિમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી પ્રમુખ બને છે. હું હાલમાં મારા દેશમાં અને કાયદેસર રખેવાળ પ્રમુખ છું. હું તમામ નેતાઓને તેમના સમર્થન અને સર્વ સહમતી માટે સંપર્ક કરી રહ્યો છું.
આ ટ્વીટ પહેલા એક ટ્વિટમાં સાલેહે કહ્યું હતું કે અમેરિકાં પ્રમુખ સાથે અફઘાનિસ્તાન અંગે ચર્ચા કરવી નકામી છે. તેમને આ બધું પચાવી લેવા દો. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી અને તાલિબાનો પણ ક્યાંયથી વિયેત કોંગ નથી. યુએસ-નાટોથી વિપરીત, આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી અને આપણે આપણી સામે અપાર સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. નકામો વિરોધ સમાપ્ત થઇ ગયો છે. પ્રતિકારમાં જોડાઓ.
Clarity: As per d constitution of Afg, in absence, escape, resignation or death of the President the FVP becomes the caretaker President. I am currently inside my country & am the legitimate care taker President. Am reaching out to all leaders to secure their support & consensus.
— Amrullah Saleh (@AmrullahSaleh2) August 17, 2021