પહેલા તાઈવાન પછી ફીલીપાઇન્સ અને હવે જાપાનની જળ, આકાશી સીમામાં ચીની આક્રમણ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
પહેલા તાઈવાન પછી ફીલીપાઇન્સ અને હવે જાપાનની જળ, આકાશી સીમામાં ચીની આક્રમણ 1 - image


- ચીન દર્શાવવા માગે છે કે અમને કોઈ પડકારી શકે તેમ નથી

- શનિવારે સવારે 6 વાગે ચીનનું યુદ્ધ જહાજ જાપાનની જળસીમામાં ઘૂસ્યું : 8 વાગ્યા પહેલા ચાલ્યું ગયું : તાજેતરમાં ચીને જાપાનની સીમામાં ઘૂસ વધારી છે

ટોક્યો : જાપાનની જળ સીમામાં આજે સવારે ૬ વાગે ચીનનું યુદ્ધ જહાજ ઘૂસી જતાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોથી પાડોશી દેશોને દબડાવવાની નીતિ શરૂ કરી દીધી છે. પહેલા તાઈવાન પછી ફીલીપાઇન્સ અને હવે જાપાનની જળ અને આકાશી સીમામાં ઘૂસણખોરી શરૂ કરી છે. વિશ્લેષકો કહે છે કે, આ રીતે ચીન તે દર્શાવવા માગે છે કે, અમને કોઇ પડકારી શકે તેમ નથી. (ભારતમાં લડાખ અને દામપોરુમાં માર ખાધો તે ચીન દુનિયાને ભૂલવાડી દેવા માગે છે).

જાપાને આ ઘટના પછી ચીનના દૂતાવાસને એક વિરોધ યાદી મોકલી હતી. જેમાં જણાવ્યું હતું કે, શનિવારે ચીનનું એક યુદ્ધ જહાજ અમારી જળ-સીમામાં ઘૂસી ગયું હતું તે અયોગ્ય છે. જાપાનના વિદેશ મંત્રાલયે જ આ માહિતી આપી હતી.

જાપાનનાં વિદેશ મંત્રાલયે તેની વિરોધ યાદીમાં જણાવ્યું હતું કે, જાપાનના દક્ષિણી-પશ્ચિમી પ્રાંત કાગોશિયા પાસે અમારા જળ વિસ્તારમાં સવારે છ વાગે ચીનનું યુદ્ધ જહાજ ઘૂસી આવ્યું હતું, પછી ૮ વાગ્યા પહેલા જળ સીમા છોડી ચાલ્યું ગયું હતું. આ જહાજ ઉપર જાપાનના યુદ્ધ જહાજે અને વિમાનો નજર રાખી રહ્યાં છે.

તાજેતરમાં જાપાનની સમુદ્રી સીમા તેમજ હવાઈ ક્ષેત્ર આસપાસ ચીનની વધી રહેલી ગતિવિધિથ જાપાનના સંરક્ષણ અધિકારીઓ ચિંતામાં છે.

આ યુદ્ધ જહાજ જાપાનની જળ સીમામાં ઘૂસ્યું તે પહેલા ગત સોમવારે એક ચીની યુદ્ધ વિમાને કેટલાક સમય સુધી જાપાનના દક્ષિણ- પશ્ચિમ આકાશી વિસ્તારમાં ચક્કરો કાપી ચાલ્યું ગયું હતું, ત્યારે પણ જાપાને તે અંગે વિરોધ દર્શાવ્યો હતો. બીજી તરફ ચીન અને રશિયાની વાયુસેનાઓ દ્વારા યોજાતી સંયુક્ત કવાયતથી પણ જાપાન ચિંતાગ્રસ્ત છે. જો કે તે વાયુ યુદ્ધ કવાયતો તો જાપાનની હવાઈ સીમાની બહાર થઈ હતી. તેમાં, હવે પહેલી જ વાર જાપાનના દળોને જાપાનના હવાઈ ક્ષેત્રમાં ચીનનું યુદ્ધ વિમાન જોવા મળ્યું હતું. જાપાને તે સામે સખત વિરોધ પણ નોંધાવ્યો ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા બિન-જીયાને મંગળવારે કહ્યું હતું કે, અમારો દેશ તો શાંતિપ્રિય છે. કોઇની પણ આકાશી સીમાનું ઉલ્લંઘન કરવાનો અમારો ઇરાદો છે જ નહીં.


Google NewsGoogle News