જોર્ડનમાં ઈઝરાયલના દૂતાવાસ સામે ગોળીબાર, એક બંદૂકધારી ઠાર, 3 પોલીસકર્મી ઘાયલ
Israeli Embassy In Jordan: જોર્ડનમાં ઈઝરાયલ દૂતાવાસ નજીક ગોળીબાર થયો છે. અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટનામાં એક બંદૂકધારીનું ઠાક થયો હતો. જ્યારે ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે સ્થાનિકોને ઘરમાં રહેવા આપી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, જોર્ડનની પોલીસે ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ રાજધાની અમ્માનમાં ઈઝરાયલ દૂતાવાસની આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો. ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ રાબિયા વિસ્તારમાં પહોંચી, જ્યાં એમ્બેસી સ્થિત છે. પોલીસે સ્થાનિકોને તેમના ઘરમાં રહેવા કહ્યું છે જ્યારે સુરક્ષા કર્મચારીઓ ગુનેગારોને શોધી રહ્યા છે. દૂતાવાસની નજીકનો વિસ્તાર, જ્યાં ભારે પોલીસની હાજરી છે.
જોર્ડનના 12 મિલિયન નાગરિકોમાંથી ઘણાં પેલેસ્ટિનિયન મૂળના છે. આ એવા લોકો છે જેમના માતાપિતાને 1948માં ઈઝરાયલના નિર્માણ સાથેના યુદ્ધમાં હાંકી કાઢવામાં આવ્યા હતા અને પછી જોર્ડન ભાગી ગયા હતા. ઘણાં લોકો ઈઝરાયલ સાથે જોર્ડનની શાંતિ સંધિનો વિરોધ કરે છે.