અમેરિકામાં વધુ એક ગોળીબારની ઘટના, ફ્લોરિડામાં અજાણ્યા શખ્સે મોલમાં કર્યું ફાયરિંગ, એકનું મોત

એક મહિલાને પગમાં ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી

અચાનક ગોળીબારથી મોલમાં અફરાતફરી સર્જાઈ હતી

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં વધુ એક ગોળીબારની ઘટના, ફ્લોરિડામાં અજાણ્યા શખ્સે મોલમાં કર્યું ફાયરિંગ, એકનું મોત 1 - image


US Shooting : અમેરિકામાં અવારનવાર ગોળીબારની ઘટનાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગોળીબારની ઘટના ફ્લોરીડામાં બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી, સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યો શખ્સ ગોળીબાર કરીને ફરાર થયો હતો.

મહિલાને પગમાં ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ

અમેરિકામાં વધુ એકવાર ગોળીબારની ઘટના બની છે, જેમાં એક અજાળ્યા શખ્સે મોલમાં બે ફામ ગોળીબાર કરતા એક વ્યક્તિનું મોત થયુ છે જ્યારે એક મહિલાને પગમાં ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ  હતી, જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. આ ઘટના ગઈકાલે બપોર 3.40 વાગ્યે ઓકાલાના પેડોક મોલમાં બની હતી. મોલમાં અચાનક ગોળીબાર થતા નાસભાગ મચી ગઈ હતી અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે એક શંકાસ્પદ શખ્સ બંદૂક લઈને મોલમાં ઘૂસ્યો હતો અને તે ગોળીબાર કરીને ત્યાથી ફરાર થયો હતો. હાલ પોલીસે આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમેરિકામાં વધુ એક ગોળીબારની ઘટના, ફ્લોરિડામાં અજાણ્યા શખ્સે મોલમાં કર્યું ફાયરિંગ, એકનું મોત 2 - image


Google NewsGoogle News