હચમચાવી દેનારો VIDEO : મેક્સિકોના બારમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
Gunmen Fire at Bar in Mexico : નોર્થ અમેરિકન દેશ મેક્સિકોના ક્વેરેટારોમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમાચારો અનુસાર, કેટલાક હથિયારધારી હુમલાખોરો બારમાં ઘૂસ્યા અને ત્યાં બેઠેલા લોકો અને સ્ટાફને ટાર્ગેટ કરીને ફાયરિંગ શરૂ કરી દીધું. સ્થાનિક ઘર્ષણથી જોડાયેલી હિંસાના કારણે અધિકારી ઘટનાની તપાસ કરી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં પહેલા પણ હિંસા થઈ ચૂકી છે.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા ફેલાયેલી છે, ત્યારે હવે વધુ એક ઘટના બની છે. કાલે જ એક સીફૂડ રેસ્ટોરન્ટમાં ત્રણ લોકોની હત્યા કરી દેવાઈ હતી. મળતી માહિતી અનુસાર, બાર લૉસ કૈંટારિટોસમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં હથિયારધારી લોકો આવ્યા અને 10 લોકોની હત્યા કરી નાખી.
કેવી રીતે થયો હુમલો?
પોલીસ અધિકારી સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, 9 નવેમ્બરની મોડી રાત્રે ઓછામાં ઓછા ચાર હથિયારધારી લોકોનું એક ગ્રુપ બારમાં ઘૂસ્યું અને ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા અને 9 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળની ઘેરાબંધી કરી દીધી અને આગળની તપાસ હાથ ધરી છે.
વિસ્તારની સુરક્ષા વધારાઈ
ઘટના બાદ વિસ્તારની સુરક્ષા વધારવામાં આવી છે કારણ કે પોલીસ વિસ્તારને સુરક્ષિત કરીને શંકાસ્પદોની ધરપકડ કરી રહી છે. પોલીસની રેડ બાદ સ્થાનિક પરિવહન અને વેપારને અસર થવાની શક્યતા છે. હજુ સુધી જાણ નથી થઈ કે હુમલાખોરોએ શા માટે ફાયરિંગ કર્યું, પરંતુ ગત દિવસોમાં વિસ્તારમાં બનેલી હિંસાને પણ આ ઘટના સાથે જોડવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કેનેડામાં મંદિર પર હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, ખાલિસ્તાની આતંકી 'પન્નુ'નો ખાસ નીકળ્યો