પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ગર્લ્સ સ્કૂલને સળગાવી : મહિનામાં 3જી ઘટના

Updated: May 31st, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ગર્લ્સ સ્કૂલને સળગાવી : મહિનામાં 3જી ઘટના 1 - image


- ઇસ્લામીક કટ્ટરપંથીઓ હજી મધ્યયુગમાં જીવે છે

- કટ્ટરપંથીઓનાં જૂથે શાળામાં કેરોસીન ચારે તરફ રેડયું પછી આગ લગાડતાં શાળાનું મકાન અને ફર્નિચર ભસ્મીભૂત થઇ ગયાં

નવી દિલ્હી : કેટલાંયે વર્ષોથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે, ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોનાં મનમાંથી હજી એ મધ્યયુગની હવા ગઈ નથી. છેલ્લા કેટલાયે મહિનાઓથી ત્યાં ગર્લ્સ સ્કૂલોને આગ ચાંપવાના બનાવો વધતા જ જાય છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમા નોર્થ વઝીરીસ્તાનમાં આવેલા હરિપુર જિલ્લાનાં ખાનપુરમાં કટ્ટરપંથીઓ બુધવારે રાત્રે એક સ્કૂલનાં કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા અને ક્લાસરૂમ્સનાં બારણાં ઉઘાડી તેમાં રહેલાં ફર્નિચર ઉપર તથા ફર્શ ઉપર પણ કેરોસીન રેડી શાળાનાં મકાનને આગ લગાડી દીધી હતી. તેથી ફર્નિચર ભસ્મીભૂત થઇ ગયું હતું અને શાળાનું મકાન પણ મોટેભાગે લાકડાનું બનેલુ હોઈ સળગી ગયું હતું.

ખૈબરપખ્તુનવા પ્રાંતમાં માત્ર મે મહીનામાં જ બનેલો આવો ત્રીજો બનાવ છે આ આગ દુર્ઘટના અંગે કોઈ જૂથે જવાબદારી લીધી નથી. પરંતુ તેવું ચોક્કસ લાગે છે કે તે કૃત્ય ઇસ્લામિક કટ્ટરપંથીઓનું હોઈ શકે, કારણ કે તેઓ માને છે કે છોકરીઓને ભણાવવી જ ન જોઇએ. આમ તેઓ હજી પણ મધ્યકાલીન ખિલાફતના ખ્યાલમાં જ રાચે છે અને બાલિકાઓને ભણાવવી જ ન જોઇએ તેમ માને છે.

આ પૂર્વે સોમવારે ખૈબર પખ્તુનવા પ્રાંતનાં હરિપુરા ગામે આવેલી એક મોટી ગર્લ્સ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમાં પણ શંકા તો એવી સેવાઇ રહી છે કે ખૈબર પખ્તુનવા પ્રાંતનાં વહીવટી તંત્રે પોતાની આબરૂ જવાની બીકે શોર્ટ સર્કિટની વાત વહેતી મુકી હતી. વાસ્તવમાં જે તાલિબાનોને પાકિસ્તાનમાંથી શસ્ત્રો અને ખાધાખોરાકી તથા પૈસા પણ મોકલાતા હતા તે જ તાલિબાનો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની કીરથાર ગિરિમાળા ઓળંગી પાકિસ્તાનમાં ઘૂસ્યા છે. તેઓ પાકિસ્તાન સ્થિત કટ્ટરવાદી જૂથોને મળી ગયા છે અને આવા અગ્નિકાંડો કરાવી રહ્યા છે. તે સર્વે હજી પણ મધ્ય એશિયાની સુદાન સુધીની તથા સીંધુ નદીથી મોરોક્કો સુધી પથરાયેલી ખિલાફતનાં જ સ્વપ્નો જુવે છે. મોર્ડન એઇજ સાથે તેમને કોઈ લેવા દેવા નથી. ઘડીયાળમા કાંટા પાછા ફેરવવા આંધળુકીયા અને ખુન્નસભર્યા પ્રયાસો મસ્ત છે.


Google NewsGoogle News