ચિલીના ૧૬૧ જંગલોમાં લાગી ભીષણ આગ, ૧૨૦ લોકો હોમાઇ ગયા

ચિલી સરકાર દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી છે

જળવાયુ પરિવર્તનના લીધે આગ પર કાબુ મુશ્કેલ મેળવવો મુશ્કેલ બન્યો

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ચિલીના ૧૬૧ જંગલોમાં લાગી ભીષણ  આગ, ૧૨૦ લોકો હોમાઇ ગયા 1 - image


સાન્ટિયાગો,૬ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર 

ચિલીના જંગલોમાં ફરી એક વાર ભીષણ આગ લાગવાથી આગના તાંડવમાં ૧૨૦ લોકોના મોત થયા છે. આગના પગલે વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ચિલી સરકાર દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગ્રેબિયલ બોરિકે વાલપરાઇસો અને વિના ડેલ માર સહિતના તટિય વિસ્તારોમાં ધૂમાડાનું પ્રદૂષણ ફેલાતા તાત્કાલિક પગલા ભરવાની ફરજ પડી હતી. આગ બુઝાવવા મથી રહેલા કર્મચારીઓએ પણ સંવેદનશીલ ઘટના સ્થળે પહોંચવામાં સંઘર્ષ કરવો પડી રહયો છે. બોરિકે ચિલીવાસીઓને બચાવ અભિયાન ચલાવી રહેલા કર્મચારીઓને સહકાર આપવા વિનંતી કરી છે.

વાલપરાઇસો લીગલ મેડિકલ સર્વિસેઝના જણાવ્યા અનુસાર સોમવાર સુધીમાં ૧૨૦ થી વધુ લોકો હોમાઇ ગયા હતા. આગ એટલી ભયંકર છે કે લોકોને જંગલની બહાર નિકળવાના રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. ચિલી રાષ્ટ્રીય આફત નિવારણ દ્વારા જણાવાયું હતું કે દેશ ભરમાં ૧૬૧ જંગલ આગની લપેટમાં આવ્યા છે. જયારે પણ વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવે ત્યારે સંકોચ કરશો નહી.આગ ઝડપથી ફેલાઇ રહી છે અને જળવાયુ પરિવર્તનના લીધે આગ પર કાબુ મુશ્કેલ મેળવવો મુશ્કેલ છે. પાંચ અને છ ફેબુ્આરીના રોજ અગ્નિ પીડિતોને સન્માનમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. ગત વર્ષ પણ મધ્ય ચિલીના વર્ષાવનોમાં ભીષણ આગ લાગી હતી.જે ૪ લાખ હેકટર વિસ્તારમાં ફેલાઇ હતી.



Google NewsGoogle News