થાઈલેન્ડની 'અયુધ્યા'માં પણ ઉત્સવનો ઉત્સાહ ભગવાન શ્રીરામની ગાથાનો અહીં સમૃદ્ધ ઈતિહાસ છે

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
થાઈલેન્ડની 'અયુધ્યા'માં પણ ઉત્સવનો ઉત્સાહ ભગવાન શ્રીરામની ગાથાનો અહીં સમૃદ્ધ ઈતિહાસ છે 1 - image


- થાઈલેન્ડના રાજાનો એક 'ટાઇટલ' રામ છે

- થાઈલેન્ડની પૂર્વ રાજધાનીનું નામ જ 'અયુધ્યા' છે અહીં માત્ર 'અયુધ્યા' નામ જ નથી અહીં શ્રીરામમાં લોકોને અપાર શ્રધ્ધા છે

નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લાની 'પ્રાણ પ્રતિષ્ઠા'ના સમારોહની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ૨૨ જાન્યુઆરીએ 'રામ મંદિર'માં રામ-લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમારોહ અંગે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના કેટલાએ દેશોમાં રહેતા હિન્દૂ સમુદાયના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. દક્ષિણ-પૂર્વના એશિયાઈ દેશ થાઈલેન્ડમાં પણ ઉત્સવ ચાલી રહ્યો છે. થાઈલેન્ડની પૂર્વ રાજધાનીનું નામ જ 'અયુધ્યા' છે. તેના રાજાનો એક પદક (ટાઇટલ) પણ રામ છે. વર્તમાન રામનો ટાઇટલ રામ ૨૬મો છે.

ભારતમાં જેમ અયોધ્યા છે, તો થાઈલેન્ડમાં 'અયુધ્યા' છે. ભલે તે ભૌગોલિક રીતે ભારતથી દૂર હોય પરંતુ ત્યાં 'મર્યાદા પુરૂષોત્તમ' શ્રીરામ અને રામાયણની ગાથા આજે પણ પ્રચલિત છે.

આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 'અયુધ્યા'ની માટી અને ત્યાં વહેતી ત્રણ નદીઓનાં જળ આપણા 'અયોધ્યા'માં લાવવામાં આવ્યાં છે.

બંને નગરોનાં નામમાં સામ્યતા તો છે જ, પરંતુ બંને દેશોમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અગાધ શ્રધ્ધા અને આસ્થા પણ સમાન છે.

સૌથી વધુ ઉલ્લેખનીય તો તે છે કે અગ્નિ-પૂર્વ એશિયાનાં આ દેશમાં ભગવાન શ્રીરામ જેઓ વિષ્ણુનો અવતાર મનાય છે, તેઓ તેમજ ભગવાન શ્રી બુદ્ધ ધર્મના અનુયાયીઓ તલવારના જોરે નાછુટકે લાલચથી અનુયાયી નથી બન્યા પરંતુ પ્રેમ અને સદ્ભાવ દ્વારા અહીંના જનસામાન્ય તે ધર્મો પ્રત્યે આકર્ષાયા છે. થાઈલેન્ડ બૌદ્ધ ધર્મી હોવા છતાં ભગવાન શ્રીરામ, ગણેશજી વગેરે દેવોમાં અપાર શ્રધ્ધા ધરાવે છે.

ઉલ્લેખનીય તે પણ છે કે, ભારતની અયોધ્યા નગરીથી થાઈલેન્ડની આ પૂર્વ રાજધાની વચ્ચે સાડા ત્રણ હજાર કી.મી.નું અંતર ભલે હોય પરંતુ બંનેમાં શ્રધ્ધા અને વિશ્વાસ સમાન જ છે.

વિશ્વ હિન્દુ સંઘના સંસ્થાપક અને વૈશ્વિક અધ્યક્ષ સ્વામીએ કહ્યું હતું કે 'અયુધ્યા' નામ જ ભગવાન શ્રીરામનાં જન્મ સ્થાન અયોધ્યા ઉપરથી પડયું છે. જે હિન્દુ ધર્મ અને રામાયણ સાથે સંબંધ સ્થાપિત કરે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 'અયુધ્યા'ના પ્રથમ શાસક રાજા થિબોડીએ પોતાનું નામ રામ થિબોડી રાખ્યું. જે ત્યાં વ્યાપ્ત 'રામાયણ'ના પ્રભાવને લીધે જ આ નામ રાખ્યું હતું.

તેઓએ વધુમાં કહ્યું - આપણે રામાયણનું થાઈ સંસ્કરણ 'રામ-કિયેન' પણ જોઈ શકીએ છીએ. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ ત્યાં દક્ષિણ-પૂર્વ-એશિયામાં રામાયણનો પ્રચાર કરતા હતા. તે 'અયુધ્યા' સામ્રાજય દરમિયાન થયો હતો. આ પ્રકારે આપણે થાઈ સંસ્કૃતિ ઉપર ભગવાન શ્રીરામનાં જીવનનો પ્રભાવ જોઈ શકીએ છીએ.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે થાઈલેન્ડની ૩ નદીઓનું જળ મંગાવ્યું છે, તે નદીઓ છે - આઓ ફ્રયા, લોપ બુરી અને પા-સાફ ચાઓ ક્રયા નદીને કિનારે વસેલું નગર એક પ્રાચીન નગર છે જે બેંગકોકથી ૭૦ કી.મી. ઉત્તરે આવેલું છે. તેની સમૃદ્ધ સંસ્કૃતિને લીધે યુનેસ્કોએ તેને 'વિશ્વ વિરાસત'માં સ્થાન આપ્યું છે.

વિશ્વ હિન્દૂ પરિષદના એક સભ્યના જણાવ્યા પ્રમાણે બેંગકોક અને અયુધ્યા નગર ઉપરાંત રાજ્યમાં અન્ય નગરોમાં પણ મોટા સ્ક્રીન્સ ગોઠવાયા છે. તેની ઉપર ૨૨ જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું સીધું પ્રસારણ દર્શાવવામાં આવશે. દરેક મંદિરોમાં દીપ પ્રકટાવાશે લોકો ભજન-કીર્તન કરશે અને ભક્તોમાં પ્રસાદ વહેંચવામાં આવશે.


Google NewsGoogle News