8 લાખ ભારતીય ધરાવતા દેશમાં મહિલા આતંકીઓ માનવ બોમ્બ બની, લગ્ન-અંતિમ સંસ્કાર પણ મુશ્કેલ
Female Terrorists In Nigeria: નાઈજીરિયામાં મહિલા આંતકવાદીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. નાઈજીરિયામાં આતંકી મહિલાઓ માનવ બોમ્બ બની શહેરોમાં ખુલ્લેઆમ ફરી રહી છે. હાલમાં જ મહિલા આત્મઘાતી હુમલાખોરોએ લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર દરમિયાન બ્લાસ્ટ કરી ઓછામાં ઓછા 18 લોકોને મારી નાખ્યા હતા.
એક બોમ્બ વિસ્ફોટ હોસ્પિટલમાં પણ કર્યો હતો. આ હુમલામાં 3 ડઝનથી વધુ લોકોના મોત નીપજ્યા હતા. છેલ્લા 15 વર્ષથી ચાલતા આ સંઘર્ષમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. લાખો લોકો ઘર છોડી પલાયન કરી ગયા છે. નાઈજિરિયન સેના અભિયાનના કારણે આતંકી સંગઠન હાલ શાંત તો થયુ છે, પરંતુ તે તક મળતાં જ ફરી પાછા બોમ્બ બ્લાસ્ટ કરી આંતક મચાવી શકે છે.
નાજીરિયાના મીડિયા અનુસાર, મરનાર લોકોમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર છે. અત્યારસુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
બોર્નો શહેરમાં બોકો હરમ અને સ્પ્લિંટર સંગઠનનો કબજો હતો. અહીં ગ્રામીણ વિસ્તારોમાં બોકો હરમ સંગઠન સક્રિય છે. હાલમાં જ નાઈજીરિયાના પશ્ચિમી નાઈઝરના ટિલ્લાબેરીમાં પણ આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 20 સૈનિકો શહિદ થયા હતા.
મંગળવારે સ્થાનિક સમયાનુસર સવારે લગભગ 10 વાગ્યે રક્ષા અને સુરક્ષા દળોની ટુકડી પર તાસિયા ગામના બાહ્ય વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદી સંગઠનોએ હુમલો કર્યો હતો. જેમાં 20 સૈનિકો અને એક નાગરિક સહિત 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હુમલામાં નવ સૈનિકો ઘાયલ થયા હતા. અને બે વાહનોને નુકસાન થયુ હતું. નાઈજીરિયાના મંત્રાલયે જણાવ્યું કે, આ અથડામણમાં ઘણા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેમજ તેમના સંચાર સાધનોને નષ્ટ કરવામાં આવ્યા હતા. બાકી હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.