પાકિસ્તાનમાં ખોફનો માહોલ: ભારતની વોન્ટેડ લિસ્ટમાં સામેલ આતંકીઓની સુરક્ષા વધારવા ભલામણ
ઈસ્લામબાદ,તા.24.નવેમ્બર.2023
પાકિસ્તાનમાં છેલ્લા્ કેટલાક વખતથી ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ ગુનેગારો અને આતંકીઓની ટપોટપ હત્યા થઈ રહી હોવાથી ખોફનો માહોલ છે.
આ માટે પાકિસ્તાનમાં કેટલાક લોકો ભારતની જાસૂસી સંસ્થાઓ જવાબદાર હોવાનુ કહી રહ્યા છે અને હવે પાકિસ્તાને ભારતના વોન્ટેડના લિસ્ટમાં સામેલ હોય તેવા આતંકીઓની સુરક્ષા વધારવાની ભલામણ કરાઈ છે.
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતે આતંકીઓને ઢાળી દેવા માટે પાકિસ્તાનમાં રહેતા કેટલાક લોકોને કામ પર રાખ્યા છે.
પાકિસ્તાનનો આરોપ છે કે, ભારત અને અફઘાનિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ હાથ મિલાવેલા છે અને ભારત હવે યુએઈને પણ પોતાના જાસૂસી ઓપરેશનો પાર પાડવા માટે બેઝ તરીકે ઉપયોગમાં લઈ રહ્યુ છે.
આ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ માની રહ્યા છે કે ભારત હત્યાઓ તેમજ હુમલાઓને અંજામ આપવા માટે પાકિસ્તાનના સ્થાનિક અપરાધીઓના નેટવર્ક સાથે મળીને કામ કરી રહ્યુ છે.મે મહિનામાં પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ચેતવણી આપી હતી કે, યુએઈ તેમજ અફઘાનિસ્તાનમાં ભારતના જાસૂસી નેટવર્કને એક્ટિવ કરવામાં આવ્યુ છે.રોના એજન્ટ પાકિસ્તાનમાં વોન્ટેડ લિસ્ટમાં સામેલ લોકોને ટાર્ગેટ કરવા માટે અફઘાનિસ્તાનમાં એક આતંકી પ્રશિક્ષણ શિબિર પણ ચલાવી રહ્યા છે.માટે પાકિસ્તાનમાં કેટલાક લોકોની સુરક્ષા વધારવાની જરુર.
બીજી તરફ ભારતના જ એક મીડિયા રિપોર્ટમાં ભારતીય એજન્સીઓના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારની ડેથ સ્કવોડ કાર્યરત નથી.