'ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા, આખી દુનિયામાં છવાશે અંધકાર...', જીવતા નોસ્ત્રેદમસની ભવિષ્યવાણી
Image: Facebook
Athos Salomes Prophecy: મિડલ ઈસ્ટમાં અત્યારે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ પર સમગ્ર દુનિયાની નજર છે. દરરોજ એવા સમાચાર સામે આવી રહ્યાં છે જે લાંબા સંઘર્ષ અને વર્લ્ડ વોર 3ની આશંકાને હવા આપી રહ્યાં છે. આ માહોલમાં ઘણા એસ્ટ્રોલોજર પોતાની ભવિષ્યવાણીઓની સાથે સામે આવી રહ્યાં છે અને આમાં સૌથી ચર્ચિત છે બ્રાઝિલના ભવિષ્યવક્તા અથોસ સલોમ.
જીવતા નાસ્ત્રેદમસની ચેતવણી, ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતા
અથોસ સલોમ, જેમને જીવતા નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. તેમના જણાવ્યા અનુસાર ત્રીજું વિશ્વ યુદ્ધ ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP) ટેકનિકના વધતાં ઉપયોગના કારણે થઈ શકે છે. મુખ્ય રાષ્ટ્રો પાસે તકનીકી વિક્ષેપ પેદા કરવાની ક્ષમતા છે, જે આ યુદ્ધને વાસ્તવિકતામાં ફેરવી શકે છે.
સોશિયલ મીડિયા પર તેમની ભવિષ્યવાણીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તેનું કારણ તેમની ગત ભવિષ્યવાણીઓ છે. જે મોટાભાગે સાચી સાબિત થઈ છે, જેમાં માઈક્રોસોફ્ટના ગ્લોબલ આઉટેજ, કોરોનાવાયરસ મહામારી અને ઈલોન મસ્કના ટ્વીટર અધિગ્રહણ જેવી ઘટનાઓ સામેલ હતી.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે AIનો વધતો ઉપયોગ
સલોમનું માનવું છે કે આગામી સમયમાં ઈરાન અને ઈઝરાયલ, બંને દેશ પોતાની સૈન્ય રણનીતિઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુ ઉપયોગ કરી શકે છે. સાથે જ એ પણ ચેતવણી આપી કે AI નો શાંતિ જાળવી રાખવા માટે ઉપયોગ થઈ શકે છે પરંતુ જો તેનો ખોટો ઉપયોગ થયો તો આ સંઘર્ષને વધારી શકે છે. આ સ્થિતિ વિશ્વને મોટા યુદ્ધની અણી પર લાવી શકે છે.
EMPનું વધતું જોખમ, 'ત્રણ દિવસનો અંધકાર' ?
સલોમના જણાવ્યા અનુસાર EMP તકનીકનો વધતો ઉપયોગ, ખાસ કરીને અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશોમાં, એક મોટા જોખમ તરફ ઈશારો કરી રહ્યો છે. સલોમ અનુસાર, EMP નો ઉપયોગ ત્રીજા વિશ્વ યુદ્ધમાં કરવામાં આવી શકે છે. જેનાથી 'ત્રણ દિવસનો અંધકાર' જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. તેનાથી સમગ્ર દુનિયાનું ઈલેક્ટ્રોનિક માળખું ઠપ થઈ શકે છે. જેનાથી સમાજ તૂટી શકે છે અને દેશોમાં અરાજકતા ફેલાઈ શકે છે.
EMP શું છે
EMP એક એવું સાધન છે જે માહિતી સિસ્ટમને નષ્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ માનવો અને ઈમારતોને નુકસાન પહોંચાડતું નથી, પરંતુ ઈલેક્ટ્રોનિક સાધનોને નિષ્ક્રિય કરી શકે છે. આ સામાન્ય રીતે ઊંચાઈ પર થયેલા વિસ્ફોટોથી ટ્રિગર થાય છે, જે પૃથ્વી પર ચુંબકીય વિસ્તારની સાથે સંપર્કમાં આવીને ઈલેક્ટ્રોનિક માળખાને અવરોધી શકે છે. કોલ્ડ વોર દરમિયાન, અમેરિકા અને સોવિયત સંઘ બંનેએ આ તકનીકને દુશ્મનોના પાયાના માળખાને નિષ્ક્રિય કરવાના સાધન તરીકે જોયુ હતુ.
અમેરિકા અને ચીનની વચ્ચે અથડામણની શક્યતા
સલોમે કહ્યું કે અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ વધી શકે છે. દક્ષિણ ચીન સાગર, જ્યાં ક્ષેત્રીય અને સૈન્ય તણાવ પહેલેથી જ હાજર છે, એક અસ્થિર ક્ષેત્ર બની શકે છે. આ સિવાય એક મોટા સાઈબર હુમલાથી કોઈ દેશના સુરક્ષા માળખા પર હુમલો કરવામાં આવી શકે છે, જે યુદ્ધના કારણે બની શકે છે.
રશિયા અને ચીન જેવા દેશોની શું ભૂમિકા રહેશે?
સલોમે એ પણ ચેતવણી આપી છે કે 'ચીન અને રશિયાની વચ્ચે વધતી ભાગીદારી એક મોટા વૈશ્વિક સંઘર્ષને જન્મ આપી શકે છે. એશિયા જ્યાં ઝડપી આર્થિક વિકાસ અને મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય મહત્વ છે, એક અસ્થિર વિસ્તાર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર એક આંતરરાષ્ટ્રીય સંઘર્ષને ભડકાવવામાં સક્ષમ હોઈ શકે છે.' અથોસ સલોમની આ ભવિષ્યવાણીઓએ વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને ચર્ચાને વધુ ઝડપી કરી દીધી છે હવે એ જોવાનું રહેશે કે આગળ શું થાય છે.