૨૦૧૧ પછી જાપાનમાં મોટા સુનામીનો ડર, કાંઠા વિસ્તારમાંથી ભાગવાની અપીલ

રિકટર સ્કેલ પર ૩.૨ થી ૭.૬ સુધીના કુલ ૫૦ થી વધુ ભુકંપના ઝાટકા

ખૂદ વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
૨૦૧૧ પછી જાપાનમાં મોટા સુનામીનો ડર,  કાંઠા વિસ્તારમાંથી ભાગવાની અપીલ 1 - image


ટોક્યો,૧ જાન્યુઆરી,૨૦૨૪,સોમવાર 

નવા વર્ષ ૨૦૨૪નો પ્રથમ દિવસ જાપાન માટે ગોઝારો સાબીત થયો છે. જાપાનમાં આવેલા શકિતશાળી ભુકંપના પગલે સુનામીનો ખતરો વધી ગયો છે. જાપાન સાગર કાંઠે વસેલા ઇશિકાવા જિલ્લાના નોટો વિસ્તારમાં ૭.૬ ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. જાપાનના જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિકટર સ્કેલ પર ૩.૨ થી ૭.૬ સુધીના કુલ ૫૦ થી વધુ ભુકંપના ઝાટકા મહેસૂસ થયા છે. ભુકંપ પછીના આફટર શોક એક સપ્તાહ સુધી ચાલી રહે તેવી શકયતા છે. દરિયાકાંઠે ભયંકર સુનામીની શકયતા જોતા જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી હતી. 

૨૦૧૧ પછી જાપાનમાં મોટા સુનામીનો ડર,  કાંઠા વિસ્તારમાંથી ભાગવાની અપીલ 2 - image

જાપાનની સમાચાર ચેનલો પર પણ આ પ્રકારની વિનંતી કરવામાં આવી રહી છે. એક ચેનલે ઇમોશનલ અપીલ કરતા જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ આપનું ઘર અને સામાન ખૂબ કિંમતી છે પરંતુ તેના કરતા પણ સૌથી વધુ કિંમતી આપનો જીવ છે. તાત્કાલિક ઉંચાણવાળા સ્થળ તરફ દોટ મુકો. જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસ પરિવાર સાથે વિતાવવાની પરંપરા છે.

લોકો સાથે મળીને પ્રાર્થના માટે દેવસ્થનોએ જતા હોય છે. આવા સમયે ભૂકંપ પછી સુનામીની આફતની શંકાએ અફરા તફરીનો માહોલ ઉભો કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનના શકિતશાળી આંચકાના ૧૦ મીનિટ પછી વાજિમા બંદર (પોર્ટ) પર કમ સે કમ ૪ ફૂટ ઉંચી લહેર દેખાઇ હતી. ટીવી પર પ્રસારિત ખબરો અનુસાર લોકો સડકો પર દોડા દોડી કરતા જણાતા હતા.

૨૦૧૧ પછી જાપાનમાં મોટા સુનામીનો ડર,  કાંઠા વિસ્તારમાંથી ભાગવાની અપીલ 3 - image

 કેટલાક સ્થળોએ જમીનમાં ઉંડી તિરાડો જોવા મળી હતી. પ્રશાંત વિસ્તારમાં અમેરિકાના ચેતવણી કેન્દ્રએ શરુઆતમાં ૩૦૦ કિલોમીટપર આસપાસના વિસ્તારમાં સુનામી આવવાની સંભવના વ્યકત કરી હતી. કેટલાક કલાકો પછી સુનામી અપડેટમાં ચેતવણી હળવી કરી હતી.

તટિય વિસ્તારમાં રહેતા લોકોને ઘર પાછા ફરવામાં ઉતાવળ નહી કરવા જણાવ્યું છે. ૧૧ માર્ચ ૨૦૧૧માં આવેલી સુનામીમાં જાપાનમાં ઘણી તબાહી થઇ હતી.  એ સમયે ભુકંપ અને સુનામીના પગલે ફુકુશિમા ન્યૂકલિયર પ્લાન્ટમાં પાણી ભરાયું હતું. ભુકંપ પછી ૧૦ મીટર કરતા પણ ઉંચી લહેરો ઉઠી હતી. ૨૦૧૧ના ભુકંપના અનુભવને ધ્યાનમાં લઇને બચાવ અને રાહતના પગલા ભરવામાં આવી રહયા છે. 


Google NewsGoogle News