Get The App

પિતાએ 10 વર્ષમાં 72 પુરુષો દ્વારા માતાનો અનેક વાર બળાત્કાર કરાવ્યો

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
પિતાએ 10 વર્ષમાં 72 પુરુષો દ્વારા માતાનો અનેક વાર બળાત્કાર કરાવ્યો 1 - image


- ફ્રાંસની કોર્ટમાં પુત્રીના કબુલનામાથી ખળભળાટ

- પોલીસને 200 રેપની 20,000થી વધુ તસવીરો મળી આવી: HIV ગ્રસ્ત વ્યકિત દ્વારા પણ બળાત્કાર 

પેરિસ : ફ્રેન્ચ મહિલાના પતિએ તેને અનેક વખત ડ્રગ્સ આપીને લગભગ ૭૨ પુરુષો દ્વારા તેનો બળાત્કાર કરાવ્યો હતો. ૭૨ વર્ષીય ડોમેનિક પેલિકોટ નામના વિકૃતે ૨૦૧૧ થી ૨૦૨૦ વચ્ચે પત્નીને હવસખોરોને હવાલે કરવાની સાથે દીકરીની અન્ડરવેરમાં તસવીરો ક્લિક કરી હતી. 

આ દાવો ડોમેનિક પેલિકોટની પુત્રીએ કોર્ટમાં કર્યો હતો. તેને ડર હતો કે, માતાની જેમ હવે પિતા તેને પણ હવસખોરોને હવાલે કરી દેશે. 

એક રિપોર્ટ મુજબ, ૨ નવેમ્બર, ૨૦૨૦ના રોજ લંપટ ડોમિનિક એક સુપરમાર્કેટમાં ત્રણ મહિલાઓના સ્કર્ટ ઉપર કરીને વિડીયો ઉતારતા રંગે હાથે ઝડપાયો હતો. 

ત્યારબાદ, તેને ૪૮ કલાક માટે લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું કે, ડોમિનિકે પત્નીને ટ્રાન્ક્વીલાઈઝરની દવા પીવડાવીને તેનો બળાત્કાર કરવા માટે ઓનલાઈન બોલીઓ મંગાવી હતી. 

ડોમિનિકે તેની દીકરી સાથે ૨૦૧૩માં એક ફિલ્મ પણ બનાવી હતી. તેણે આ તમામ વિડીયોઝ અને ફોટોઝને તેના કમ્પ્યુટરમાં 'માય ડોટર નેકેડ' નામના ફોલ્ડરમાં સેવ કર્યા હતાં. 

ડોમિનિકની પત્નીના વિડીયોઝ અને ફોટોઝને 'હર રેપિસ્ટ' અને 'અબ્યુઝ'ના નામથી સેવ કરવામાં આવ્યા હતા.  પોલીસને કેસની તપાસ દરમિયાન ડોમિનિકની પત્ની પર ૭૨ અલગ-અલગ પુરુષો દ્વારા કરવામાં આવેલા જાતીય હુમલાઓના દસ્તાવેજરૂપ લગભગ ૨૦,૦૦૦ તસવીરો મળી આવી હતી.  ડોમિનિકની પુત્રીએ કોર્ટને જણાવ્યું કે, દવાઓની આડઅસર તરીકે તેની માતાને ભૂલવાની બીમારી થઈ ગઈ હતી. અનેક ન્યુરોલોજીસ્ટ તેની સમસ્યાનું સમાધાન શોધવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર, ડોમેનિક પત્નીના બળાત્કારીઓને કોન્ડમ પહેરવાની મનાઈ કરતો હતો. આ કેસમાં તપાસ અધિકારીઓએ બળાત્કારના લગભગ ૨૦૦ કિસ્સોઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ કેસમાં ડોમેનિક સહિત ૫૧ને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાંથી, ૧૮ આરોપીઓ કસ્ટડીમાં છે. આ કેસની સુનાવણી ૨ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને આ વર્ષે ૨૦ ડિસેમ્બરે ચુકાદો આવવાનો છે. 


Google NewsGoogle News