મોડી રાત સુધી પાર્ટી કર્યા બાદ નશાની હાલતમાં ડ્રાઈવ કરતો પકડાયો અભિનેતા, બહાનાબાજી કરવા લાગ્યો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Justin Timberlake
Image Twitter 

Famous Hollywood singer Justin was caught drunk:  હોલિવૂડના જાણીતા ગાયક જસ્ટિન ટિમ્બરલેક પોતાની ભાવનાઓને રોકી શક્યો નથી. જેલમાં ગાયકની રાત ખૂબ જ દુઃખદ રહી. નશામાં ગાડી ચલાવવાના આરોપમાં ટિમ્બરલેકની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, ગાયક સતત એક વાતનું રટણ કરી રહ્યો હતો કે, મેં એકવાર દારૂ પીધો છે અને કોઈ વાઈલ્ડ નાઈટ ન હતી. 

ગાયક સતત એક વાતનું રટણ કરી રહ્યો હતો કે...

43 વર્ષીય ટીમ્બરલેક ગત 18 જૂને નશામાં ગાડી ચલાવતા ઝડપાયો હતો. ગાયક ન્યૂયોર્કમાં લોન્ગ આઈલેન્ડના સાગ હાર્બરમાં મોડી રાત સુધી પાર્ટી કરતો હતો. હોલિવૂડના એક ન્યૂઝ સંસ્થાનના રિપોર્ટ અનુસાર, જ્યારે તેઓ કસ્ટડીમાં હતા, ત્યારે ગભરાયેલા જોવા મળ્યા હતા અને આખી રાત જાગતા રહ્યા. તેઓ સતત ભારપૂર્વક એક વાત કરી રહ્યા હતા કે, મેં એકવાર દારૂ પીધો છે,અને કોઈ વાઈલ્ડ નાઈટ આઉટિંગ કર્યું નથી. તેઓએ પોતાની સ્થિતિને સમજાવવાની વારંવાર કોશિશ કરી હતી. ધરપકડ બાદ ગાયકની મ્યુઝિક વર્લ્ડ ટૂર પર પણ અસર થશે. જ્યારે ટીમ્બરલેકને પકડવામાં આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે, મેં એક માર્ટિની પીધી છે અને હું મારા મિત્રોના ઘર જતો રહ્યો.


Google NewsGoogle News