દુનિયાના સૌથી મારકણા વિમાનોની પોલ ખુલી, અમેરિકન વાયુસેનાના 50 ટકા F-35 ઉડાન ભરવા લાયક નથી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
દુનિયાના સૌથી મારકણા વિમાનોની પોલ ખુલી, અમેરિકન વાયુસેનાના 50 ટકા F-35 ઉડાન ભરવા લાયક નથી 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

અમેરિકા પોતાના એફ-35 વિમાનોને દુનિયાના સૌથી  મારક અને અત્યાધુનિક વિમાનો ગણાવીને મિત્ર દેશોને પણ વેચી રહ્યુ છે.

જોકે આ વિમાનોનો જે કાફલો અમેરિકાની પાસે છે તેમાંથી 50 ટકા વિમાનો ઉડવા લાયક નથી તેવો સ્ફોટક ખુલાસો યુએસ ગવરમેન્ટ એકાઉન્ટિબિલિટી ઓફિસે પોતાના નવા રિપોર્ટમાં કર્યો છે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, જે એફ-35 વિમાનો ઓપરેશનલ થવાના છે તેમાંથી 50 ટકા ઉડાન ભરવા માટે સક્ષમ નથી. તેમની પાછળ બીજા 1.3 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવો પડશે.

આ જ પ્રકારની ફરિયાદ અમેરિકા પાસેથી આ વિમાન ખરીદનાર મિત્ર દેશ દક્ષિણ કોરિયા કરી ચુકયુ છે. આ દેશે પોતાની સંસદમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે, એફ-35 વિમાનો પૈકી 40 ટકા જ કોઈ પણ સમયે ઉડાન ભરવા માટે લાયક હોય છે.

અમેરિકાની પોતાની એજન્સીએ રિપોર્ટમાં કહ્યુ છે કે, માર્ચ 2023માં એફ-35 કાફલામાં ઉડાન ભરવા લાયક વિમાનોની સંખ્યા 55 ટકા હતી. જે એફ-35 માટે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે તેનાથી ઘણી ઓછી કહી શકાય તેમ હતી. વિમાનોના મેન્ટેનન્સ માટેનો ડેપો સ્થાપવાની કામગીરી વિલંબથી ચાલી રહી છે. જેના કારણે 10000 પાર્ટસ એમના એમ પડયા છે. ટેકનિકલ ડેટા અને ટ્રેનિંગના અભાવની અસર પણ વિમાનોની દેખભાળ પર પડી રહી છે. એફ-35 કાફલાના તમામ વિમાનોને ઉડાન ભરવા માટે એક સાથે લાયક બનાવવા 1.3 ટ્રિલિયન ડોલરનો ખર્ચ આવી શકે છે.

વિમાનોની ગન, ઈજેક્ટર સીટ, સોફટવેર, હાર્ડવેરને લગતી પણ સમસ્યા છે.જેના પર ધ્યાન આપવાની જરુર છે. એફ-35માં ખામીઓ હોવા છતા બાઈડન સરાકાર અમેરિકાની વાયુસેના માટે કુલ 2500 એફ-35 ખરીદવા માંગે છે. અમેરિકાની વાયુસેનામાં અત્યારે 450 જેટલા એફ-35 વિમાનો પહેલેથી જ તૈનાત હોવાનો દાવો.


Google NewsGoogle News