ગર્ભવતી મહિલાને મારી નાંખી પેટ ફાડ્યુ, બાળકોના હાથ બાંધી ગોળીઓ મારી, હમાસે ક્રુરતાની તમામ હદો વટાવી દીધી

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ગર્ભવતી મહિલાને મારી નાંખી પેટ ફાડ્યુ, બાળકોના હાથ બાંધી ગોળીઓ મારી, હમાસે ક્રુરતાની તમામ હદો વટાવી દીધી 1 - image

image : Twitter

તેલ અવીવ,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલા દરમિયાન જે પ્રકારના અત્યાચાર કર્યા છે તેની જાણકારી હવે ધીરે ધીરે સામે આવી રહી છે .

હમાસના આતંકીઓએ જે પ્રકારે બર્બર કૃત્યો કર્યા છે તે જાણ્યા બાદ તો એવો જ વિચાર આવે કે માણસ આવુ કરી શખે ખરો? ઈઝરાયેલ પર હુમલા વખતે હમાસે અપંગ, બાળકો, મહિલા, પુરુષ, વૃધ્ધો એમ કોઈને બાકી રાખ્યા નહોતા. જે સામે આવ્યા તેમને ઢાળી દીધા હતા. તેમના માટે મરનાર દરેક વ્યક્તિ માત્ર યહૂદી હતો.

હમાસના નાગરિકોની હત્યા માટે ચાકુ અને આગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે કિસ્સા સામે આવ્યા છે તે રુંવાડા ઉભા કરી દે તેવા છે.

ઈઝરાયેલી ન્યૂઝ ચેનલે  ઈઝરાયેલની વોલિએન્ટર સિવિલ ઈમરજન્સી સર્વિસના કમાન્ડર યોસી લેન્ડોને ટાંકીને કહ્યુ હતુ કે, એક ઘરની તપાસ કરવામાં આવી ત્યારે અમે એક ગર્ભવતી મહિલાને ફર્શ પર પડેલી જોઈ હતી અને અમે જ્યારે મહિલાને પલટી ત્યારે જોયુ હતુ કે તેનુ પેટ ફાટેલુ હતુ અને નહીં જન્મેલુ બાળક આ મહિલાની નાળ સાથે જોડાયેલુ હતુ. તેના પર ચાકુથી વાર કરાયોહ તો અને માતાના માથામાં ગોળી મારવામાં આવી હતી.

યોસી લેન્ડોના કહેવા અનુસાર એક અન્ય બનાવમાં માતા પિતાના હાથ બાંધી દેવાયા હતા. તેમની સામે તેમના બાળકોના હાથ પર બાંધી દેવાયા હતા. આ તમામને જીવતા સળગાવી દેવાયા હતા. અમને એક માતા અને તેના બાળકના મૃતદેહ મળ્યા છે. જેમાં માતાએ બાળકને બાથ ભીડી રાખી હતી. એક જ ગોળી આ બંનેના શરીરની આરપાર નીકળી ગઈ હતી.

યોસી લેન્ડોનુ કહેવુ હતુ કે, મેં 20 બાળકોના મૃતદેહ એક સાથે જોયા હતા. જેમના હાથ બાંધેલા હતા અને તેમને ગોળી મારી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કફર અઝા વિસ્તારમાં ઈઝરાયેલી સમુદાય પર આતંકીઓએ કરેલા હુમલામાં 40 નવજાત બાળકોની હત્યા કરવામાં આવી હોવાનુ પણ ગઈકાલે જ બહાર આવ્યુ હતુ .

જોકે હમાસે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.હમાસના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, મહિલાઓ અને બાળકો પર હુમલા કરવાના કે તેમના માથા કાપવાના તમામ આરોપો નિરાધાર અને મનઘડંત છે.


Google NewsGoogle News